તાજેતરમાં ગુજકેટનું પરિણામ બોર્ડ દ્વારા જાહેર થયું છે ત્યારે મહુવા કેન્દ્રમાં શ્રેષ્ઠ પરિણામ આપતી શાળા બેલુર વિદ્યાલયના બાળકો ઝળકયાં છે. મહુવા તાલુકામાં ૭૭.૧૩ પીઆર સાથે બાંભણીયા હવન જે. ૯૮.૩૮ પીઆર સાથે પંડ્યા સાગર એસ. ૯૮.૨૬ પીઆર સાથે ગુજજર વિજય જી. તથા ૯૮.૧૨ પીઆર સાથે બલદાણીયા અલ્પેશ આર તથા અન્ય વિદ્યાર્થીઓ પણ ૯૦પીઆરથી વધારે ૧૭ વિદ્યાર્થીઓએ પીઆર મેળવી બેલુર બર્ડઝ મહુવામાં અગ્રેસર રહ્યા છે. આ તકે શ્રેષ્ઠ પરિણામ મેળવવા બદલ બેલુર બર્ડઝ, બાળકોને હરહંમેશ સપોર્ટ કરતા તમામ વાલીગણ તથા સ્ટાફગણને બેલુર વિદ્યાલય પરિવારે ખૂબ અભિનંદન પાઠવ્યાં છે.
આ તકે શ્રેષ્ઠ પરિણામ મેળવવા બદલ બેલુર વિદ્યાલય પરિવાર વતી ડાયરેકટર્સ બાલુભાઇ જી. મકવાણા, ડો.ડી.સી. લાડુમોર, મનુભાઇ જી મંકવાણા, આર.એસ. હડિયા (શૌર્યચક્ર વિજેતા), મંગળભાઇ સી. લાડુમોર, સંચાલક મંડળ વતી બી.સી. લાડુમોર, સેક્રેટરી પી.એમ. નકુમ નિલેશભાઇ બી. મકવાણા દેવિનભાઇ મકવાણા, અંકુરભાઇ આરતથા બેલુર વિદ્યાલયે ખૂબ અભિનંદન પાઠવ્યા છે.