મહુવાના જેસર તાલુકાના અનુસુચિત જાતિને ફાળવેલ જમીનનો એકતરફી હુકમ રદ કરવા બહોળી સંખ્યામાં ખેડૂતોની રેલી-સુત્રોચ્ચાર
મહુવા પ્રાંત કચેરીએ આવેદન અપાયું
ભાવનગર જિલ્લાના મહુવા અને જેસર તાલુકાના અનુસૂચિત જાતિને ફાળવેલ જમીન એકતરફી હુકમ રદ કરવા માટે બહોળી સંખ્યામાં ખેડૂતો દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
મહુવા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ તકેે બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. અને તમામ ખેડૂતો દ્વારા ભૂતનાથ મંદિર થી ચાલતા ચાલતા જઈને પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. અને ખેડૂતો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, આ હુકમ એક તરફી હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. અને આ ખેડૂતોને સાંભળ્યા વગર આ હુકમ કરાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. અને સૂત્રોચ્ચાર કર્યા હતા. જાન દેંગે જમીન નહીં, ખેડૂતોને ગરીબ બનાવવાનું બંધ કરો , અમારી જમીન અમને આપો ,જેવા અનેક સૂત્રોચ્ચાર કરી રેલી યોજવામાં આવી હતી. અને આ રેલીમાં મહુવા અને જેસર તાલુકાના બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા….