ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં ગુજરાત કોંગ્રેસ સમિતિ મહુવા દ્વારા કોવિડ ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
મહુવા શહેરમાં ગુજરાત કોંગ્રેસ સમિતિ મહુવા દ્વારા કોવિડ ન્યાય યાત્રાનું આયોજન કર્યું હતું. જેમાં ગાંધી બાગ ખાતે કોંગ્રેસનાં આગેવાનો તેમજ કાર્યકર્તાઓ એકઠા થયા હતાં અને ગાંધી બાગ ખાતે ધરણાં પર બેસયા હતાં અને રામધૂન બોલાવી સુત્રોચ્ચાર કર્યા હતાં.
જેમકે હાઈરે ભાજપ હાય હાય, એ સરકાર નીકમી એ સરકાર બદલની હૈ, જેવા અનેક સરકાર સામે સુત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં. અને મહુવા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકોના પરીવારજનોને ૫૦ હજાર ની બદલે ૪ લાખ રૂપિયાનું સહાય આપે તેવી માંગ કરી હતી.
સાથે-સાથે મૃતકોના પરિવારમાંથી એક વ્યક્તિને સરકાર નોકરી આપે તેવી પણ માંગ કરવામાં આવી અને સરકાર ૫૦ હજાર રૂપિયાની મામૂલી સહાય આપીને મૃતજોના પરિવારજનો સાથે ક્રુર મશ્કરી કરી છે. કોરોનાના અતિ વિકટ સમયમાં લોકો હોસ્પિટલ, બેડ, ઇન્જેક્શન માટે લાચાર હતા. ત્યારે સરકાર તરફથી કોઈ સહાયતા મળી ન હતી.
આ ઉપરાંત ખાનગી હોસ્પિટલોએ ઉઘાડી લૂંટ ચલાવીને લાખો રૂપિયાના બિલ વસુલ્યા હતાં. અને કોંગ્રેસ પક્ષની એક જ માંગ છે કે, જે કોઈ વ્યક્તિ કોરોનાથી મૃત્યુ પામેલા હોય તેમના પરિવારજનોને ૫૦ હજારની સહાયના બદલે ૪ લાખ રૂપિયાની સહાય આપવામાં આવે તેવી માંગ કરી હતી.
આ ન્યાયયાત્રા ગાંધીબાગ થી મામલતદાર કચેરી સુધી રેલીનુ આયોજન કર્યું હતું. અને ત્યારબાદ મહુવાના મુખ્ય માર્ગો પર કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રા નીકળતા પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.