ભાવનગર જિલ્લાના મહુવા શહેરના પીરજાદા ચોક નજીક કીઝ ફૂડ નામના કારખાનાના કર્મચારીને ત્રિપલ સવારી બાઇકમાં આવેલા અજાણ્યા શખ્સોએ મારમારી રૂા.10.50 લાખની લૂંટ ચલાવ્યાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસે જિલ્લાભરમાં નાકાબંધી કરી નાશી છૂટેલા લૂંટારાને સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ હાથધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા કોલેજ રોડ પર આવેલા નહેરૂ વસાહતમાં રહેતા અને જાદરા રોડ પર આવેલા કીઝ ફૂડ નામના કારખાનામાં નોકરી કરતા પ્રિતેશ મંગલભાઇ મોઠીયા નામનો યુવક કારખાનાની રકમ ઉપાડવા એચ.ડી.એફ.સી. બેંક ખાતેથી રૂા.9.50 લાખ રોકડ રકમ ઉપાડી અને પી.એમ.આંગડીયા પેઢીમાંથી 1 લાખ ઉપાડી અને જમવાનું લઇ કારખાને જવા નીકળ્યો હતો.

ત્યારે ત્રિ-પ્લાનીંગ સાથે પીછો કરી રહેલા ત્રિપલ સવારી બાઇક ચાલકે તાવેડા ગામ પાસે આંતરી કારખાનેદારના કર્મચારીને મારમારી રોકડ રકમ રૂા.10.50 લાખ ભરેલો થેલો લઇને સાવરકુંડલા તરફ નાશી ગયાની મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.આ બનાવની જાણ મહુવા પોલીસ મથકના સ્ટાફને થતા દોડી જઇ નાશી છૂટેલા લૂંટારૂને ઝડપી લઇ જિલ્લાભરમાં નાકાબંધી કરી છે.

પોલીસે પ્રિતેશભાઇ મંગલભાઇ મોઠીયાની ફરિયાદ પરથી અજાણ્યા ત્રણ બુકાની ધારી સામે ગુંનો નોંધી સીસીટીવીની મદદથી શકમંદોની પૂછપરછ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.