હાલની જનરેશન ખુબજ હોશીયાર અને ચતુર થતી જાય છે. જેમ જેમ આપણો દેશ દિવસેને દિવસે ખુબજ પ્રગતિ કરે છે દેશનુ ભવીષ્ય પણ દરેક રીતે દેશ અને પોતાના સમાજનુ નામ આગળ આવે તે માટેની કઇક અવનવુ કરે છે. કહેવાય છે કે ઇશ્વર જ્યારે પણ કોઇને આ દુનિયામા ઉતારે છે તે વ્યક્તિના જન્મ સાથે તેને કઇક અલગ હુનર આપે છે જેને હાલનુ જનરેશન “ગોડ્સ ગીફ્ટ” તરીકે કહે છે.
ત્યારે ધ્રાગધ્રા શહેરમા આવા જ એક યુવાનને “ગોડ્સ ગીફ્ટ” મળી હોય તેવુ લાગી રહ્યુ છે આ યુવાન પાસે કોઇપણ જુની ચીજવસ્તુનો ઉપયોગ કરી કઇક નવી ચીજ બનાવવાની આવડત રહેલી છે. ધ્રાગધ્રા શહેરમા રહેતો મુશ્લીમ સમાજના મધ્યમ કુટુંબમાથી આવતો મુલતાની આસીફ નામના યુવાનની ઉમર માત્ર 19 વષઁ છે જે ઉમરમા અત્યારના યુવાનો મોજ-શોખ કરે છે તે ઉમરમા આ મુશ્લીમ યુવાને લોકોની પ્રશંશાના તાજ પહેયાઁ છે.
મુલતાની આશીફ નામના આ યુવાનને જ્યારથી દુનીયાદારીનુ ભાન આવ્યુ ત્યારથી જ પોતે ઘરની દરેક નકામી ચીજવસ્તુને લઇને તેના ઉપયોગથી નવી સુશોભનની ચીજ બનાવવામા રસપ્રદ રહેતો હતો બાદમા આ યુવાનની ઉમર વધતા પોતે આ કામમા ખુબજ વધુ પડતો રસ દાખવવા લાગ્યો ધીરે-ધીરે આ યુવાન દ્વારા લોકોના રહેણાંક મકાનોમા તથા દુકાનોમા સુશોભીત થતી દરેક ચજ વસ્તુઓને નકામી ચીજો માથી બનાવવા લાગ્યો.
જેમા નાઇટ લેમ્પ, શો પીસ હોમ, દિવાળી પર દિવા પ્રગટાવતા નવી ડિઝાઇનના દીવા સહિતની આઇટમો બનાવી દુનિયાની કોઇપણ બજારમા ન મળે તેવી ચીજ બનાવતો થયો જ્યારે આ આઇટમોમા થતી ચીજવસ્યુનો ઉપયોગ પણ લોકો પોતાના જીવનમા જે ચીજવસ્તુને નકામી સમજી કચરામા ફેકે છે તેજ વસ્તુનો ઉપયોગ કરી અવનવી આઇટમ બનાવતા લોકો પણ જોઇને મંત્રમુગ્ધ બન્યા.
પ્રથમ તો આ યુવાન દ્વારા બનેલ દરેક આઇટમને પોતાના સ્વજનોને ગીફ્ટ તરીકે આપી હતી જેથી સગા સબંધીના પેસે રહેલી અવનવી આઇટમો દુનિયાના કોઇપણ બજારમા નહિ મળતા બાદમા આ યુવાનની હાથ કારીગરીની કિંમત થવા લાગી.
હાલ આ યુવાન પાસે લોકો બનેલ દરેક ચીજવસ્તુઓને ખરીદે છે અને કેટલાક ગભઁ શ્રીમંત લોકો યુવાનને સ્પેસીયલ ઓડઁર દ્વારા પોતાને મનપસંદ આઇટમો બનાવડાવી તેની કિંમત પણ અદા કરે છે. ત્યારે માત્ર 19 વષઁની ઉમર ધરાવતા યુવાને નકામી ચીજવસ્તુઓમાથી અવનવી આઇટમો બનાવતા પોતાનુ નામ લીમકાબુકમા સ્થાપિત કરવા માટેની તૈયારી દશાઁવી છે.