ધોરાજી ખાતે મહોરમની નવમી તારીખ નિમિતે બધા તાજીયા માતમ પર આવેલ હતા.જ્યારે રાત્રીના તમામ તાજીયાઓ સરઘસ રાત્રીમાં જોડાશે તથા તમામ તાજીયાઓનું જુલુસ નીકળશે અને બહારપુરા વિસ્તારમાં ખ્વાજા સાહેબના પટમાં આવશે.આ ઉપરાંત આવતી કાલે સાંજે જ તમામ મુસ્લિમ બિરાદરો તથા બહારથી પધારેલ મહેમાનો માટે શાનદાર ન્યાજનું આયોજન કરવામાં આવેલ છે.ત્યાર બાદ તમામ તાજીયાઓને ઠંડા કરવા લઈ જવામાં આવશે.
આ તકે તાજીયાઓની કલાકારીગીરી વિશે વાત કરતા મુસ્લિમ અગ્રણીએ જણાવેલ કે શહેરભરમાં નાના થી મોટા આશરે ૧૦૦ જેટલા તાજીયાઓ બનાવવામાં આવે છે.
સાથોસાથ તાજીયા બનાવવાની કામગીરી ઉત્સાહી યુવકો દ્વારા છેલ્લા છ માસથી કરવામાં આવતી હોય છે જ્યારે સમગ્ર વિશ્વમાં ધોરાજીમાં મહોરમની શાનદાર ઉજવણી કરવામાં આવતી હોય છે જેનો વિશ્વભર માંથી મહેમાનો ઉપસ્થિત રહી લાભ લે છે.