મહીસાગર: બાકર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 4,09, 936 લાખ રૂપિયાનો મુદ્દામાલ મૂળ માલિકને પરત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
મહીસાગરના બાકર પોલીસ મથક દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ત્યારે બાકર પોલીસ મથકમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા દિવસ અગાઉ ઘરફોળ ચેરીની ઘટના બની હતી. જેનો ગુન્હો નોંધી કાર્યવાહી કરી બાકોર પોલીસે ચોરીના દાગીના તેમજ ચોરોને પકડી જેતે વ્યકતિ ને દાગીના પરત આપ્યા હતા. બાકર પોલીસે સઘન તપાસ કરી ચાર જેટલા ઈસમોને અટકાયત કરી સોનાના દાગીના ની રિકવરી મેળવી પરિવારને પરત કર્યા હતા. તેરા તુજકો અર્પણ નું ઉત્તમ ઉદાહરણ આપી પરિવારને 4,09,936 ના દાગીના પરત આપી ન્યાયિક દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું. તેમજ ચોરાયેલા સોનાના દાગીના મૂડ માલિકને પાછા આપતા પરિવાર એ બાકોર પોલીસની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે સોનાના દાગીના મૂળ માલિકને સોંપી સેવા સુરક્ષા અને શાંતિના મૂળ મંત્રને મહીસાગર પોલીસે સાર્થક કર્યું હતું.