ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રોજે રોજ નવા વળાંકો આવી રહ્યા છે કોઈ ભાજપના નેતા કોગ્રેસને માટે પ્રચાર કરી નાખે છે તો કોંગ્રેસના કોઈ MLA ભાજપમાં જોડાઈ જાય છે સાથે જ કાર્યકરો સાથે ટીકીત ન મળવાથી નારાજ થયેલા નેતા અને કાર્યકરો પોતાની પાર્ટી છોડી રહ્યા છે ત્યારે મહીસાગર જીલ્લાના ભાજપ પ્રમુખે એક્શનમાં આવીને ભારતીય જનતા પાર્ટી વિરૃધ્ધ પ્રચાર કરતા પાર્ટીના સભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે.
મહીસાગર જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે લુણાવાડા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ કાર્યકરો દ્વારા વિધાનસભા 2022 માં પાર્ટી વિરુદ્ધ પ્રચાર કરતા જોવા મળ્યા જેના કારણે ભારતીય જનતા પાર્ટીના સભ્ય પદેથી દૂર કરવા કરવામાં આવ્યા હતા. વર્તમાન વિધાનસભા ચૂંટણી વર્ષ 2022 માં પાર્ટી વિરુદ્ધનું કૃત્ય કરેલ છે તેના પૂરતા આધાર ભાજપાને મળેલ છે અને તમે કરેલ આ કૃત્ય માફી ને લાયક નથી, તમોએ પાર્ટીની જાહેર પ્રતિષ્ઠાને નુક્સાન કરેલ હોય તમોને પાર્ટીના પ્રાથમિક સભ્ય પદે થી દૂર કરવામાં આવે છે / સસ્પેન્ડ કરી દેવામાં આવે છે
પક્ષ વિરોધી કૃત્ય કરવા બદલ કરવામાં આવી કાર્યવાહી
ભારતીય જનતા પાર્ટી મહીસાગર જિલ્લામાં પાર્ટી વિરુદ્ધનું કામ કરતા હોય તેવા લોકોને પાર્ટીની શિસ્તના ભાગ સ્વરૂપે તેમની સામે પૂરતા આધાર – દાર્શનિક પુરાવા મળેલ હોય (વિડીયો રેકોર્ડિંગ) પ્રદેશની સુચના અનુસાર આવા તમામ લોકોને અનુક્રમ ૧ થી ૦૮ ને તેમના પદ /હોદા પરથી પક્ષમાંથી નિષ્કાશીત કરવામાં આવે છે / દૂર કરી દેવામાં આવ્યા છે
1) જુવાનસિંહ તલાર
પ્રદેશ બક્ષીપંચ મોરચા આમંત્રિત સભ્ય
2) અમરીશભાઈ પટેલ
લુણાવાડા તાલુકા મંડળ મહામંત્રી
3) મુકેશભાઈ પટેલ
જિલ્લા કિસાન મોરચા ઉપાધ્યક્ષ
4) સંજયભાઈ પટેલ
મંડળ કિસાન મોરચા પ્રમુખ
5) ડોકટર પિનાકીન પટેલ
ડોક્ટર સેલ સમિતિ સભ્ય
6) પટેલ ભુલાભાઈ કુબેરભાઈ
જિલ્લા કારોબારી સભ્યો
7) સ્નેહલભાઈ પાઠક
સક્રિય કાર્યકર્તા
8) અલ્કેશભાઈ કાછીયા
સક્રિય કાર્યકર્તા
સાથે સાથે નગરપાલિકા સદસ્ય પ્રાચીબેન.એચ.ત્રિવેદી પાર્ટી વિરુદ્ધ પ્રચાર કરતા જોવા મળ્યા હતા તેમને પણ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન ના આડે હવે ફક્ત વેઢે ગણી શકાય તેટલા જ દિવસો રહ્યા છે ત્યારે હજુ કેટલા પક્ષ દ્વારા હજુ કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.