મહીસાગર સમાચાર
મહીસાગર જિલ્લામાં “વાસ્મો ની નલ સે જલ “અંતર્ગત ૧૧૧ જેટલાં કોન્ટ્રાક્ટરો હવે ટેન્ડર ભરી શકશે નહીં. વાસ્મો ની નલ સે જલ યોજનામાં અનિયમિતતા બાબતે ૧૧૧ એજન્સીઓને કામ ન આપવાં સૂચના અપાઇ છે . અગાઉ વિજીલેન્સ ટીમ દ્વારા મહીસાગર જીલ્લામાં વાસ્મો ની નલ સે જલ યોજનાં અંતર્ગત ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી હતી .
તપાસને અંતે કામ કરતી એજન્સીઓની કામગીરીમાં અનીમિયતા અને ખામી સામે આવતા કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરી છે . મહીસાગર જીલ્લામાં ૧૧૧ જેટલી એજન્સીઓને કામ ન આપવાં તેમજ ચૂકવણું ન કરવા ગાંધીનગર થી મહીસાગર વાસ્મો અઘિકારીને લેખિત જાણ કરાઈ છે . તમામ એજન્સીઓ સામે ભવિષ્યમાં પેમેન્ટની રિકવરી કરવાના હેતુસર પેમેન્ટ નહીં ચૂકવવા ગાંધીનગર થી આદેશ વાસ્મોમાં કામ કરતા કોન્ટ્રાક્ટરો સામે કેટલીક ક્ષતિઓ તેમજ ખોટા બીલિંગ મુકતા હોવાના ખુલાસાને લઈ ટેન્ડર ન ભરવા સુચના અપાઈ છે .