મહિસાગરના ખાનપુર તાલુકામાં આવેલી છાણી ખાતુ ડામોરની મુવાડી ગામે મહિલાને ગોળી વાગવાની ઘટના બની છે. જ્યાં જંગલ વિસ્તારમાં લાકડા વીણવા માટે ગઈ હતી. તે સમયે ડુક્કર (ભૂંડ)નો શિકાર કરવા માટે આવેલી ટોળકીએ આ ગોળી ચલાવતા મણીબેન રાયસિંગભાઈ રાવળ નામની મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી ત્યારે આ મામલે પોલીસે તપાસ હાથ ધરીને ફાયરીંગ કરનાર ટોળકીને પકડી પાડી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મણીબેન રાયસિંગભાઈ રાવળ નામની મહિલા તેના ગામની પાસે આવેલા જંગલ વિસ્તારમાં લાકડા વીણવા માટે ગઈ હતી. તે સમયે ડુક્કર (ભૂંડ)નો શિકાર કરવા માટે આવેલી ટોળકીએ આ ગોળી ચલાવી હોવાનું અનુમાન છે. કમરના ભાગે ગોળી વાગતા 108માં મણીબેનને પહેલા એમ્બ્યુલન્સમાં લુણાવાડા લઇ ગયા, જ્યાં ડોક્ટરે દાખલ કરવાની ના પાડતા તેમને ગોધરા ખાતે હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ ગોધરા હોસ્પિટલમાં પણ મણિબેનને દાખલ ન કરતા તેમને 150 કિમી દૂર વડોદરા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકા ના જંગલમાં ફાયરિંગ મામલો તપાસ હાથ ધરી હતી ત્યારે આ મામલે ખાનપુર પોલિસને મળી મોટી સફળતા મળી હતી. ફાયરિંગ કરનાર 3 આરોપીને ખાનપુર પોલીસ ગણતરી ના દિવસોમાં ઝડપી પાડ્યા સાથે જ આરોપીઓ પાસેથી હથિયાર સાથે છરા પણ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે