- તાલીમ દરમિયાન પશુસખીઓને પશુ આરોગ્ય, પશુ પોષણ, પશુ પ્રજનન અને દૂધની ગુણવત્તા સુધારણા જેવા વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
Mahisagar: પશુપાલન અને ડેરી વિભાગ, પશુપાલન અને ડેરી મંત્રાલય અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, ગ્રામીણ વિકાસ મંત્રાલયના સંયુક્ત માર્ગદર્શન હેઠળ ચાલતા એ-હેલ્પ કાર્યક્રમ અંતર્ગત, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને પશુપાલન વિભાગના સહયોગથી મહીસાગર આરસેટી તાલીમ કેન્દ્ર ખાતે 25 દિવસીય એ-હેલ્પ તાલીમ યોજાઈ હતી.
ગ્રામીણ વિસ્તારોમાં પશુપાલન ક્ષેત્રમાં સુધારો કરવાના ઉદેશથી યોજાયેલ તાલીમ દરમિયાન પશુસખીઓને પશુ આરોગ્ય, પશુ પોષણ, પશુ પ્રજનન અને દૂધની ગુણવત્તા સુધારણા જેવા વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તા. 06/08/2024ના રોજ લુણાવાડા તાલુકાના વાડીગામ ખાતે એક પ્રદર્શન અને હાથે-પ્રયોગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં પશુસખીઓને ઈયર ટેગિંગ, રસીકરણ, પ્રાથમિક સારવાર અને પરંપરાગત પદ્ધતિઓ દ્વારા પશુના ઘરગથ્થુ ઉપચાર જેવી વિશિષ્ટ કુશળતાઓ શીખવવામાં આવી હતી.
આ કાર્યક્રમના ભાગરૂપે પશુસખીઓને કેવીકે વેજલપુર અને ગોધરા પાંજરાપોળ પશુ ફ્રામ ,પંચામૃત ડેરી ગોધરા , દાનિયા દાણ ફેક્ટોરી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આણંદ, પશુ દવાખાનું અને લુણાવાડા પશુ દવાખાનું અને ગોળના મુવાડા ગામના પશુ તબેલાની મુલાકાત લઈ વ્યાવસાયિક જ્ઞાન અને અનુભવ મેળવવાની તક મળી હતી.
એ-હેલ્પ કાર્યક્રમ એ પશુપાલન ક્ષેત્રમાં એક નવો પ્રયાસ છે. આ તાલીમમાં કુલ ૨૫ પશુસખીઓએ ભાગ લીધો હતો. તાલીમ લીધેલ નવ નિયુક્ત A-HELP કાર્યકર હવે પશુ ચિકિત્સકો અને દૂધ ઉત્પાદક ખેડૂતો વચ્ચે એક મહત્વપૂર્ણ કડી તરીકે કાર્ય કરશે.
આ કાર્યક્રમમાં મહીસાગર જીલ્લાના પશુપાલક નિયામક ચાવડા, APM હરિશ્ચંદ્ર હજુરી, ડો. જે એમ પટેલ, ડો.વી ડી ગામીતી, ડૉ કે અમ પંડિત, નાર માંથી એસેસર ડો. ઉપેન્દ્ર વ્યાસ અને આરસેટીમાંથી કૉ ઓર્ડીનેટર નૈમેષભાઈ અને RSETI સંસ્થાના નિયામક વિશાલ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા.
સાગર ઝાલા