ડ્રાઇવર વગરની ગાડીઓ વિશે તો આપણે સાંભળ્યુ જ હશે. પરંતુ મહિન્દ્રાએ તાજેતરમાં ચેન્નઇમાં ભારતનું પહેલુ ડ્રાઇવર વગરનું ટ્રેક્ટર લોન્ચ કર્યુ છે. આ દિવસે મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર કં૫નીના એમ.ડી. ડોક્ટર પવન ગોયનકા એ કહ્યુ કે આ ડ્રાઇવર લેસ ટ્રેક્ટર ખેતી માટે ખૂબ જ મદદરુપ સાબિત થશે. અને આ ટ્રેક્ટર ખૂબ જ આધુનિક ટેકનોલોજીથી બનાવવામાં આવ્યુ છે. જેથી ખેતી કરતા લોકો અને ખેતી ખૂબ જ ઉંચાઇ મેળવી શકશે.

મહિન્દ્ર કં૫નીનું માનવુ છે કે દેશમાં ખેતીને લગતા મશીનોની ખૂબ જ જરુરીયાત છે તેથી ખેતીને ખૂબ જ ખુબસુરત બનાવવા ડ્રાઇવરલેસ ટ્રેક્ટર મદદરુપ સાબિત થશે. જેનાથી ભારતના ખેડુતોને ખૂબ જ ફાયદો થશે. આ ડ્રાઇવરલેસ ટ્રેક્ટર કિસાનોથી કિસાનો પરનું જોખમ દુર થઇ જશે. આ ટ્રેક્ટર અનેક પ્રકારની ખેતીના કામોમાં ઉપયોગી થઇ શકે તેવી ડિઝાઇન તૈયાર કરવામા આવી છે. સાથે સાથે તે પ્રકારના પ્રોગ્રામ સેટ કરવામાં આવ્યા છે.

મહિન્દ્રાનું આ ડ્રાઇવરલેસ ટ્રેક્ટર ૨૦૧૮ની શરુઆતમાં કોર્મશિયલ રીતે ઉપયોગમાં લઇ શકાશે. મહિન્દ્રાના એમ.ડી. ડોક્ટર પવન ગોયનકા એ કહ્યુ હતુ કે ભવિષ્યમાં 20hpથી લઇને 100 hp સુધી  ટ્રેક્ટરની નવી રેન્જ લોકો સુધી રજુ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.