મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પોતાની સબ્સિડિયરી કંપની મહિન્દ્રા લોજિસ્ટિક્સનો આઇપીઓ લઇને આવી રહી છે. આ આઇપીઓ 31 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી ખુલ્લો રહેશે જેનાથી કંપનીને અંદાજે 830 કરોડ રૂપિયા એકઠા એકઠા કરવાની યોજના છે. આ ઇશ્યૂ માટે મહિન્દ્રા લોજિસ્ટિક્સે 425-429 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપનીના સીઇઓ પિરોજશો સરકારીએ જણાવ્યું કે રોકાણકારોની ઇચ્છાથી લિસ્ટિંગ થઇ રહ્યું છે. શેરધારકોને લિસ્ટિંગથી ફાયદો થશે. પિરોજશો એ કહ્યું કે આ આઇપીઓ બાદ પણ મહિન્દ્રાની પાસે કંપનીની 59 ટકા હિસ્સેદારી રહેશે. આ આઇપીઓની ઘણા રોકાણકારો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.