ગુજરાત વિધાનસભાના હાલ ચાલી રહેલા અંદાજપત્ર સત્ર દરમ્યાન રાજ્યના ગ્રામીણ વિસ્તારોની માતૃશકિત, સુરક્ષા સોસાયટીની બહેનો અને શાળા-કોલેજોની વિર્દ્યાીનીઓ મળી ૧ લાખ જેટલી મહિલાશકિતએ વિધાનગૃહની મુલાકાત લઇ સંસદિય કાર્યવાહી નિહાળવાનો કિર્તિમાન સપ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને આ માતા-બહેનો વિધાનસભાની કાર્યવાહી નિહાળીને વિધાનસભા પોડિયમમાં પ્રત્યક્ષ મળીને તેમની સો રસપ્રદ વાર્તાલાપ દ્વારા રાજ્ય સરકારની મહિલા કલ્યાણ, નિરાધાર વૃધ્ધો માટેની સહાય તા વિર્દ્યાીનીઓને મેડીકલ સહિતના ઉચ્ચશિક્ષણમાં ફી માફીની યોજનાઓ અંગે ગહન માર્ગદર્શન મેળવે છે. આ મહિલા-ભગિની શકિત મુખ્યમંત્રી સો સમૂહ તસ્વીર માટે પણ અત્યંત આગ્રહી હોય છે અને વિજયભાઇ રૂપાણી આવા મહિલા જૂો સો સમૂહ તસ્વીર લેવરાવીને પોતાની સંવેદનશીલતા-સહજતાનો અદકેરો પરિચય આપે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.