ગુજરાતમાં ડેરી ઉદ્યોગએ મહિલાઓનો મોટો વ્યવસાય છે. વર્ષોથી મહિલાઓ દૂધના વ્યવસાય થકી પગભર છે જ. આજ મહિલા સશકિતકરણની લહેર વહી રહી છે.ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે દૂધના વેપારથી મહિલાઓ વર્ષોથી આત્મનિર્ભર છે. સરકાર દ્વારા આત્મનિર્ભર ભારતનોભાગ દૂધ વ્યવસાયથી જોડાયેલી મહિલાઓ વર્ષોથી છે. આધુનિક યુગમાં જયારે મહિલાઓ શહેરી નોકરીઓ તરફ કૂચ કરી રહી છે.ત્યારે દૂધ વ્યવસાય સાથેસંકળાયેલી મહિલાઓ તેમને સારી એવી ટકકર આપી રહી છે. ર01રમાં બોરસાડ તાલુકાના કવિતા ગામની મિતલ પટેલે એક ગાય અને ડેરી વ્યવસાયમાં ઝંપલાવ્યુ હતુ તેણીએ તેના પતિ અને દિયર સાથે લોન લઈને ગાયો લીધી હવે, આ 38, વર્ષિય સરગમ ડેરી ફાર્મનો ગૌરવપૂર્ણ માલીક છે, જેમાં 75 જેટલા વાછરડા સહિત ર00 જેટલી ગાય છે. આ ફાર્મ એકલા દૈનિક ધોરણે સીધી અમૂલ ડેરીને લગભગ 1700 લીટર દૂધ સપ્લાય કરે છે. મિતલ જેવા મહિલા ડેરી ઉદ્યોગસાહસિકો એ ગુજરાતનાં ડેરી ઉદ્યોગની કરોડરજજૂ છે. ભારતની શ્ર્વેત ક્રાંતિનો પારણું ઈન્સ્ટિટયૂટ રૂરલ મેનેજમેન્ટ આણંદના વર્ગીઝ કુરિયન સેન્ટર એકસેલન્સ (વી.કે કોઈ)ના સંશોધન વિદ્વાનો દ્વારા કરાયેલ એક અભ્યાસ મહિલાઓને હાઈલાઈટ કરે છે.તેમની ગુજરાતના ડેરી ક્ષેત્રની વૃધ્ધિમાં મુખ્ય ભૂમિકા છે. ભારતના રાષ્ટ્રીય સહકારી સંઘના ર018ના અહેવાલમાં, 4.98 મિલિયન મહિલા સભ્યો સહકારી મંડળીઓમાં કુલ સભ્યપદના 30% ફાળો આપે છે. એકલા ગુજરાતમાં 34.94 લાખ દૂધ ઉત્પાદકોમાંથી 36% સભ્યો મહિલાઓ છે.વીકેકોઈના અધ્યક્ષ ડો. જે.બી. પ્રજાપતિએ કહ્યું હતુ કે, ડેરીના વ્યવસાયમાં મહિલાઓનાં જોડાણથી તેઓ આર્થિક રીતે સ્વતંત્ર અને સ્વ-સંચાલિત સુષ્મ ઉદ્યોગ સાહસિક સક્ષમ બન્યા છે. જેમના વિદ્યાર્થીઓ શ્ર્વેતા કૃષ્ણન, અંકિત સોંટાકેક અને પંકાઈ પરમારે આ અભ્યાસ હાથ ધર્યો હતો. મિતલ 17 લોકોને રોજગાર પૂરો પાડે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.