પતંજલિ મહિલા યોગ સમિતીના કેન્દ્રીય પ્રભારી સાઘ્વી દેવપ્રિયાજી આપશે માર્ગદર્શન
યોગ દ્વારા સ્વસ્થતા પ્રાપ્ત કરી જીવતમાં શારીરિક, માનસિક, આથીંક અને આઘ્યાત્મીક ઉન્નતિ સાધી શકાય છે. આગામી તા. ર6 નવેમ્બરને શનિવારના રોજ સ્વામી રામદેવજી મહારાજના શિષ્યા, પતંજલી મહિલા યોગ સમિતિના કેન્દ્રીય પ્રભારી ડો. સાઘ્વી દેવપ્રિયાસજી તેમજ ગુજરાત રાજય પ્રભારી સાઘ્વી દેવાધિતીજી મહિલાઓમાં યોગ અંગે સમજ આવવા તેમજ યોગનો પ્રચાર પ્રસાર કરવા એક મહા સંમેલનનું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે.
‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા નીતાબેન ઠુમ્મર, પદમાબેન રાચ્છ, ગીતાબેન સોજીત્રા, નીતાબેન મહેતા, પુનમબેન કટારીયા, રસીલાબેન લુણાગરીયા, નીતીનભાઇ કેશરીયા, અનિલભાઇ ત્રિવેદીએ વિશેષ વિગતો આપી હતી.
આગામી ર6 નવેમ્બરના રોજ પ્રમુખ સ્વામી સભાગૃહ, બીએપીએસ સ્વામી નારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે સવારે 9.30 થી 1.00 વાગ્યા સુધી આ પ્રાંતિય મહિલા મહાસંમેલન યોજાશે. સંમેલન બાદ તમામ લોકો માટે પ્રસાદ ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ આયોજનને સફળ બનાવવા પતંજલી યોગ પરિવાર મહિલા પતંજલી યોગ સમીતી વિગેરે કાર્ય કરી રહ્યાં છે.