લોકડાઉનમાં પણ ખનિજ ચોરોને લીલા લહેર ; મોરબી ખનિજ ખાતું નિંદ્રાસનમાં
વાંકાનેર તાલુકાનું મહિકા કોઠી ગામ પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં ખનિજ ચોરોએ ડેરો નાખ્યો એમ નેશનલ હાઇવે નજીક જ ૨૦ થી ૨૫ લોડરો ચાલુ છતાં આજ સુધી ખાણ ખનિજ તંત્ર ખનિજ ચોરોને નાથવામાં નિષ્ફળ રહ્યું છે.રાત-દિવસ સતત ખનિજ ચોરોનો ધમધમાટ ચાલુ હોય છે.જેથી ગામ લોકોને તેમજ પશુ-પંખીઓને પણ રાત્રે નિદ્રામાં ખલેલ પોહચે છે. ખાણ ખનિજના નિયમો મુજબ કાયદેસર લીઝ ધારકો પણ રાત્રીના સમય દરમિયાન ખનિજ કાઢવાની પરમિશન આપવામાં આવતી નથી પરંતુ મહિકા મચ્છુ નદીમાં ઈંલીગલી રેતી ચોરી કાઢવા માટે તંત્રના ચારેય હાથ મહેરબાન હોય ચોવીસ કલાક ખનિજ ચોરી કરી શકાય છે.
ખનિજ ચોરી અકવવા ગામ લોકો અનેક ફરિયાફો કરી ચુક્યા છે પણ તંત્રને સમયસર હપ્તો મળી જતો હોય આજ સુધી લોકોની ફરિયાદને ધ્યાને લીધી નથી. વધુમાં ખાસ સૂત્રમાંથી મળતી માહિતી મુજબ કોઠી ગામના સત્તા લાખા નામના માથાભારે શખ્સ ઉપર ખનિજ ચોરીની ફરિયાદો થયેલી છે તેમ છતાં કોઈ કડક કાર્યવાહી કરવામાં આવેલ નથી. સૂત્રના જણાવ્યા અનુસાર સત્તા લાખા સાથે પોલીસ વિભાગના અમુક કોન્સ્ટેબલ પણ પાર્ટનરશિપમાં રહી ખનિજ ચોરીનો ધંધો કરતા હોય તેવી માહિતી મળી છે. ત્યારે જોવાનું રહ્યું કે આ બાબતે તંત્ર કોઈ સુદ્ધા લે છે કે પછી આમજ હપ્તા આગળ લોકો ન્યાય માટે લાચાર રહેશે.!! બેફામ ખનીજ ચોરી થઈ રહી છે. છતા તંત્રને કશી પડી ન હોય તેવું લાગી રહ્યું છે. સતત ૨૪ કલાક નદીના પટમાંથી રેતની ટ્રેકટરો ભરાઈ રહ્યા છે.