શ્રીલંકન ટીમે પણ ભારતની ટીમ અને માહિના કર્યા વખાણ: ધોનીએ ૨૨ બોલમાં કર્યા ૩૯ રન: તેનું રનિંગ બીટવીન ધ વિકેટ, પ્રેઝન્સ ઓફ માઈન્ડ ગજબનું
ભારત અને શ્રીલંકા વચ્ચેની સીરીઝની ત્રણ મેચ પૈકી પ્રથમ મેચમાં મહેન્દ્રસિંહ ધોનીને તેના બેટીંગ ક્રમમાં ૪ નંબરે ઉતારવાની વ્યૂહરચના લાભદાયી રહી છે.
ભારતીય ક્રિકેટ ટીમના હંગામી કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું હતું કે, મહેન્દ્રસિંહ ધોનીને ૪ નંબરના બેટીંગ ક્રમમાં ઉતારવાનો ટીમ મેનેજમેન્ટનો નિર્ણય ભારતીય ટીમ માટે લાભદાયી રહ્યો છે. આ ક્રમ માટે ધોની યોગ્ય વ્યક્તિ છે.
વધુમાં રોહિત શર્માએ જણાવ્યું હતું કે, ધોનીએ વિકેટકિપીંગ માટે ખુબ સરાહના મેળવી છે અને બેટીંગમાં પણ અભુતપૂર્વ સિદ્ધીઓ મેળવેલી છે. ધોનીની કુશળતા ટીમ માટે હંમેશા લાભદાયી રહેલી છે. ધોનીનો અનુભવ ભારતીય ક્રિકેટ ટીમ માટે મહત્વનો રહ્યો છે. ધોનીની સફળતાનો સુરજ આથમ્યો નથી પણ તે અત્યારે મધ્યાહને તપી રહ્યો છે.
ધોનીની આક્રમકતા ભારતીય ટીમને ટોચ પર બની રહેવા માટે ખુબ જ‚રી છે.
આ ઉપરાંત ધોનીને બેટીંગમાં સાથ આપનાર મનીષ પાંડેના વખાણ કરતા કહ્યું હતું કે, માત્ર ૧૮ બોલમાં ૩૧ રન બનાવીને ભારતનો સ્કોર વધુ મજબૂત બનાવ્યો હતો. ભારતના પ્રદર્શન અંગે શ્રીલંકાની ટીમના થીસેરા પરેરાએ કહ્યું હતું કે, ભારતે ખૂબ સારી રીતે બેટીંગ કર્યું હતું અને તેમની બોલીંગ પણ સરાહનીય હતી.