સીએ થેમુલ શેઠનાની પત્નીએ કર્યા તમામ ખુલાસા
નોટબંધી સમયે ઈન્કમ ડિસ્કલોઝર યોજના અંતર્ગત રૂ.૧૩,૮૬૦ કરોડ ખંખેરનારા મહેશ શાહના ચાર્ટડ એકાઉન્ટ થેમુલ શેઠનાની ફોરગરી કેસમાં રૂ.૭ કરોડની છેતરપિંડીમાં નવરંગપુરા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જોકે જલ્દી જ બેબ મળી જતા તે ટુંક સમયમાં જ છુટી ગયો હતો પરંતુ મુંબઈમાં રહેતી તેની પત્નિ કમલરૂખ શેઠનાની છેતરણીના આરોપમાં ક્રાઈમબ્રાંચે તેની ફરીથી ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે તેની પત્નિ કમલ‚ખ શેઠનાએ મહેશ શાહ વતી ૧૩,૮૬૦ કરોડના ભંડોળ બાબતે આવકવેરા વિભાગને ખુલાસો કર્યો હતો. શેઠનાએ કહ્યું હતું કે, પહેલુ ઈન્સ્ટોલમેન્ટ ન ચુકવતા તેણે શાહને કડક સુચના આપી હતી પણ તેના વિરોધમાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી ન હતી. હવે ૫૫ વર્ષના શિવાંગી પંચાલે તેની બહેન પા‚લ મોદીની વિરુઘ્ધ એફ.આઈ.આર નોંધાવી હતી. કારણકે તેના પિતા પન્નાલાલ મોદીની મૃત્યુ બાદ તેના ટ્રસ્ટમાં અસ્પષ્ટ વહિવટો ચાલી રહ્યા હતા માટે તેણે શેઠનાને તેની જવાબદારી સોંપી હતી જે તેના પાડોશી છે.
ઈન્સ્પેકટર અભિજીત પરમારનું કહેવું છે કે, શેઠનાએ મોદીની ખોટી સાઈન લઈ તેની જાણ વિના બેંક એકાઉન્ટમાંથી પૈસા પડાવ્યા છે. પોલીસ સુત્રો મુજબ શેઠનાને બેલ મળતા જ અન્ય કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. તેની પત્નિએ જણાવ્યું હતું કે, જયારે તે મુંબઈમાં હતી ત્યારે મારી જાણ વગર જ તેણે મારા ખાતામાંથી રૂ.૮૦ હજારની ખરીદી કરી હતી અને બાદમાં ખાતામાં પૈસા જમા પણ કરાવ્યા ન હતા. તેની પત્નિએ વધુ એક ખુલાસો કર્યો હતો કે, શેઠનાએ રૂ.૫૮ લાખના શેર વહેંચી નાખ્યા અને શેર બ્રોકર અસ્પી નસ્રી ગાંધીની મદદ પણ કરી હતી. ક્રાઈમ બ્રાંચના ડીસીપી દિપન ભદ્રને જણાવ્યું હતું કે, ગુરુવારે તેને કોર્ટમાં હાજર કરવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,