અલગ અલગ ર૦ પ્રકારના અવાજ ગાવામાં માહેર એવા દિગ્ગજ સંગીતકાર અને ગાયક મહેશ કનોડિયાની ૮૩ વર્ષની વયે ચીરવિદાય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવીટ કરી શોક વ્યકત કર્યો
મ્યુઝિકલ ઓરકેસ્ટ્રામાં વિશ્ર્વ આખામાં ડંકો વગારનાર મહેશ-નરેશની જોડી કરી છે. ગુજરાતી ફિલ્મના દિગ્ગજ સંગીતકાર અને નરેશ કનોડીયાના મોટાભાઇ એવા મહેશ કનોડીયાનું લાંબી બીમારી બાદ ૮૩ વર્ષની વયે નિધન થયું છે. તેઓ વર્ષ ૧૯૪૭ થી ઓરકેસ્ટ્રામાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ઘુમ મચાવી રહ્યા હતા. જેમાં નરેશ કનોડીયા પણ જોડાતા હતા. મહેશ કનોડીયા સંગીકાર, ગાયક, ફિલ્મ પ્રોડયુસર ઉપરાંત પાટણના ત્રણ વખત સાંસદ પણ રહી ચૂકયાં છે. તેઓ અલગ અલગ ર૦ જાતના અવાજ ગાવામાં માહેર હતા.
મહેશ કનોડીયાના તેમના નિવાસ સ્થાન ગાંધીનગર ખાતે નિધન થતાં સમક્ષ પરિવાર અને ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવીટ કરી દુ:ખ વ્યકત કર્યુ છે. મહેશ કનોડીયાનું નિધન તો બીજી બાજુ કોરોનાના લીધે નરેશ કનોડીયા પણ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે જો કે, હાલ તેમની તબિયત સ્થિત હોવાનું જાણવા મળ્યું છે.
૮૩ વર્ષના મહેશ કનોડીયા ગુજરાતી ફિલ્મ જગતમાં ગાયક કલાકાર તરીકે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરનારા કલાકાર તરીકે તેમને તેમના નાનાભાઇ અને સુપરસ્ટાર નરેશ કનોડીયા જોડે ગુજરાતી ફિલ્મ એકચક્રીય શાસન ચલાવ્યું હતું. બિમારી સબબે મૃત્યુ પામ્યાનું તેમના ભત્રીજા અને ભાજપના ધારાસભ્ય હિતુ કનોડીયાએ જણાવ્યું હતું.
મહેશ કનોડીયા છેલ્લા છ વર્ષથી પક્ષઘાત સામે ઝઝુમતા હતાં તેમણે રવિવારે સવારે ગાંધીનગર ખાતે અંતિમ શ્ર્વાસ લીધો હતો. નરેશ કનોડીયાના પુત્રને પણ કોરોના વાયરસના પોઝીટીવ રિપોર્ટના પગલે અમદાવાદની હોસ્પિટલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા.
મહેશ કનોડીયા ઉત્તર ગુજરાતના પાટણ મત ક્ષેત્રમાંથી ત્રણ વખત ભાજપના સાંસદ તરીકે ચુંટાયા હતા. મહેશ કનોડીયાએ ગુજરાતી ફિલ્મના દિગ્ગજ કલાકાર તેમના ભાઇ નરેશ કનોડીયાએ અનેક ફિલ્મમાં ઘુમ મચાવી હતી.
મહેશ કનોડીયાની એક માત્ર પુત્રી પુજાનું ૨૦૧૫માં મૃત્યુ નિપજયું હતુ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહેશ કનોડીયાનો મૃત્યુ અંગે ઊંડી દિલસોજીની લાગણી વ્યકત કરતાં જણાવ્યું હતું. કે મહેશજીની વિદાય ખુબ જ આઘાતજનક છે. તેઓ મુગ્ધ કલાકાર હતા. વિશાળ ચાહક વર્ગ પર પ્રભુત્વ ધરાવતાં હતા. રાજકિય આગેવાન તરીકે તેમણે ગરીબ અને પછાત વર્ગના ઉત્કર્ષ અંગે ઘણું કર્યુ છે. હિતુ કનોડીયા અને તેમના પરિવારને સાંત્વના આપું છું તેમ વડાપ્રધાને હિન્દીમાં ટવીટ કરીને જણાવ્યું હતું.
મહેશ કનોડીયાનો જન્મ મહેસાણાના કનોડીયા ગામે ર૭મી જાન્યુ. ૧૯૩૭ ના દિવસે થયો હતો. તેમને યુવા અવસ્થાથી જ સમગ્ર વિશ્ર્વમાં હજારો સ્ટેજ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ૧૯૯૧ થી ૯૯ દરમિયાન પાટણ સસંદીય બેઠક પરથી ત્રણવાર ચુંટાયા હતા.
મહેશ કનોડીયા સુવિખ્યાત પાર્શ્ર્વ ગાયક કલાકારની સાથે સાથે મહિલાના અવાજમાં પણ ગીત ગાવામાં પણ જાણીતા હતા. તેમણે ગુજરાતી ફિલ્મો જીગર અને અમી, તાનારીરી, જોગ સંજોગ અને લાજુ લખણ જેવી ફિલ્મોમાં મ્યુઝિક કમ્પોઝર ગાયક તરીકેના શ્રેષ્ઠ પ્રદાન બદલ અનેક એવોર્ડ મેળવ્યા હતા.
મહેશ કનોડિયાને પ્રાપ્ત થયેલા એવોર્ડ
(૧) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ જીગર અને અમી માટે
(૧૯૭૦-૭૧) (સંગીતકાર તરીકે)
(૨) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ તાનારીરી માટે
(૧૯૭૪-૭૫) (સંગીતકાર તરીકે)
(૩) દ્વિતીય શ્રેષ્ઠ ફિલ્મ માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે
(૧૯૮૦-૮૧) (નિર્માતા તરીકે)
(૪) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે
(૧૯૮૦-૮૧) (સંગીતકાર તરીકે)
(૫) શ્રેષ્ઠ પાર્શ્વગાયક માટેનો એવોર્ડ ફિલ્મ અખંડ ચૂડલો માટે
(૧૯૮૧/૮૨)
(૬) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ લાજુ લાખણ માટે
(૧૯૯૧-૯૨) (સંગીતકાર તરીકે)