ઘસાઇને સમાજમાં ઉજળી નામના ધરાવતા રાજકીય-સામાજીક અગ્રણી ડો.મહેશભાઇ ચૌહાણનો આજે પ્રાગટ્ય દિવસ
રાજકીય, સામાજીક, શૈક્ષણિક અને આધ્યાત્મિક સફરના પંથી એવા ડો.મહેશભાઇ ચૌહાણનો આજે પ્રાગટ્ય દિવસ છે. યશસ્વી જીવનનાં 59 વર્ષ પૂરા કરીને આજે તેઓ 60માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. સમાજ સેવક એજ પરમ ધર્મનો આદર્શ ચરિતાર્થ થાય તેવા ઉદાત્ત લક્ષ્ય સાથે ડો.મહેશભાઇ ચૌહાણે અનેક આધ્યાત્મિક, સામાજીક તેમજ સેવાકીય પ્રવૃતિ કરી છે. હાલ તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય તેમજ હરિવંદના એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન તરીકે ફરજ બજાવી રહ્યા છે.
ધોરણ-10 અને ધોરણ-12 બંને બોર્ડની પરીક્ષાઓ બીજા પ્રયત્ને પાસ કરી કોલેજ શિક્ષણનો પ્રારંભ લાભુભાઇ ત્રિવેદીના સાનિધ્યમાં કર્યો. સમાજશાસ્ત્ર વિષય સાથે બેચરલ અને માસ્ટર ડિગ્રી મેળવી એલ.એલ.એમ.ની પરીક્ષા પણ ઉતિર્ણ કરી અને પી.એચડી. પણ થયા. કોલેજના અભ્યાસ દરમિયાન લાભુભાઇ ત્રિવેદીનો ભેટો થતાં જીવન ધ્યેય સ્પષ્ટ કરી સત્સંગ પ્રવૃતિઓના ફળ સ્વરૂપ પ.પૂ.ગુરૂહરિપ્રસાદ સ્વામીજી જેવા સમર્થ ગુરૂજી ભેટ્યા અને તેમના શિષ્ય બન્યાં.1988થી તેઓની રાજકીય સફર શરૂ, 1986માં તેઓ રાજકોટ એનએસયુઆઇના પ્રમુખની જવાબદારી સંભાળી ત્યારબાદ રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોર્પોરેટર તરીકે બે વખત ઉમેદવારી નોંધાવી.
ચાર ટર્મ સુધી તેઓ સિન્ડિકેટ સભ્ય રહ્યા ઉપરાંત બે ટર્મ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય તરીકે ફરજ બજાવી આ ઉપરાંત રાજકોટ જીવન કોમર્શિયલ કો.ઓપરેટીવ બેન્કમાં ત્રણ વર્ષ સુધી વાઇસ ચેરમેન તરીકે જવાબદારી સંભાળી અને ત્રણ વર્ષ ડાયરેક્ટર તરીકેની પણ જવાબદારી સંભાળી, હાલ તેઓ હરિવંદના કોલેજના ચેરમેન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સરકાર નોમિની સિન્ડીકેટ સભ્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓની કોલેજમાં ઉત્તમ કર્મચારીઓ, રમતવીરો, ટેકનીશીયનો, સમાજસેવીઓ વગેરે અનેક ક્ષેત્રોના હિરલાઓ આપ્યા છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના પ્રશ્ર્નોને પણ હમેંશા તેઓએ વાંચા આપી છે. આજે જન્મદિવસ નિમિતે ‘અબતક’ મીડિયાના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા અને સમગ્ર ‘અબતક’ પરિવાર ડો.મહેશભાઇ ચૌહાણને જન્મદિવસ નિમિતે લાખેણી શુભેચ્છાઓ પાઠવે છે. તેઓના મોબાઇલ નં. 98250 77237 પર રાજકીય-સામાજીક અગ્રણી તેમજ મિત્ર વર્તુળ તરફથી ઠેર-ઠેરથી શુભેચ્છાવર્ષા વરસી રહી છે.
હરિવંદના કોલેજના સ્ટાફ-વિદ્યાર્થીઓ દ્વારા સેવાકીય કાર્યો સાથે જન્મદિવસની ઉજવણી
આજ રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને હરિવંદના કોલેજના ચેરમેન ડો. મહેશભાઈ ચૌહાણનો જન્મદિવસ હોય હરિવંદના કોલેજના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ દ્વારા તેમના જન્મદિવસની સેવાકીય પ્રવૃત્તિ સાથે ઉજવણી કરી હતી. આ ઉજવણી અંતર્ગત ચમત્કારી હનુમાનજી ખાતે નિ:શુલ્ક ફિઝીઓથેરાપી કેમ્પ,તે સાથે જ સ્પેશિયલ હોમ ફોર બોય્ઝ, માનસિક ક્ષતિવાળા – મનોદિવ્યાંગ બાળકો તથા માનસિક દિવ્યાંગ બહેનો માટે જમણવાર રાખવામાં આવ્યો હતો.
લગભગ 11 જેટલા વૃદ્ધાશ્રમોમાં વડીલો માટે પાનના બીડાની વ્યવસ્થા તદુપરાંત, ગૌસેવા અર્થે પાંજરાપોળની ગાયોને તથા નિરાધાર-અપંગ ગાયોને નીરણ તથા લાડવા આપવામાં આવ્યા હતા.’સેવાની શરૂઆત ઘરથી થવી જોઈએ’ આ સુવાક્યને સત્ય સાબિત કરતા, હરિવંદના કોલેજના ચોથા વર્ગના કર્મચારીઓને ખાસ ભેટ-સોગાત અને મીઠાઈ બોકસ આપવામાં આવ્યા હતા. પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવ શિવનના આશીર્વાદ મેળવવા આજે લઘુરુદ્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આમ, આવી આગવી રીતે, મહેશભાઈના જન્મદિવસની ઉજવણી માત્ર એક સંસ્થા સુધી સીમિત રાખવાને બદલે સૌને ઉપયોગી બની શકાય અને સમાજની સેવા કરી શકાય તેવા કાર્યો સાથે કરવાનું સ્ટાફ અને વિદ્યાર્થીઓએ બીડું ઝડપ્યું હતું.