Abtak Media Google News

Mahesana: ઈન્દ્રશીલ યુનિવર્સિટીનો રાષ્ટ્રીય રેન્કિંગમાં સમાવેશ કરવામાં આવ્યો છે જે અંગે ડૉ. ડી.જે શાહ – પ્રોવોસ્ટે જણાવ્યું હતું કે, આઉટલુક રેન્કિંગ સર્વે 2024 મુજબ ઈન્દ્રશીલ યુનિવર્સિટીને 48મો ક્રમાંક આપવામાં આવ્યો છે તેની જાહેરાત કરતા અમે ગર્વ અનુભવીયે છીએ. આનો શ્રેય ઈન્દ્રશીલ યુનિવર્સિટીના તમામ સ્ટેકહોલ્ડર્સ ને જાય છે, કારણ કે તેમના અથાગ પ્રયત્નોને કારણે યુનિવર્સિટીએ તેની સ્થાપનાના માત્ર 5 વર્ષમાં આ સિદ્ધિ મેળવી છે. આ નોંધપાત્ર સિદ્ધિ અમારા આદરણીય ફેકલ્ટી, પ્રતિબદ્ધ સ્ટાફ અને મહેનતું વિદ્યાર્થીઓના અતૂટ સમર્પણ અને સખત મહેનતના ના કારણે મેળવી છે.

ડૉ. ડી.જે શાહ – પ્રોવોસ્ટે વધુમાં જણાવ્યું કે આટલા ટૂંકા ગાળામાં આ સીમાચિહ્ન સુધી પહોંચવું એ શિક્ષણ અને સંશોધન ક્ષેત્ર માં શ્રેષ્ઠતા માટે અમારી અડગ પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. આ સફળતામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે યોગદાન આપનાર દરેક વ્યક્તિનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.