- ગાયકવાડ સમયની 1921 થી ચાલતી ગણપતિ દાદાને ગાર્ડ ઓફ ઓનરની પ્રથા આજે પણ અકબંધ
Mahesana: આજે ગણેશ સાર્વજનિક મહોત્સવ ફકત મહારાષ્ટ્ર્ર પૂરતો સીમીત નથી રહ્યો. તેનો વ્યાપ ગુજરાત અને અન્ય પ્રદેશોમાં પ્રસરી ગયો છે. અને ગણપતિ મહોત્સવના આ ક્રેઝમાં હવે ઉત્તર ગુજરાત પણ બાકાત નથી. મહેસાણામાં ફુવારા વિસ્તારમાં આવેલા ગાયકવાડી જમાનાના ગણપતિ મંદિરે 1921થી ગણેશ મહોત્સવની ઉજવણી થતી આવી છે..આ મહોત્સવની રાજ્યના તમામ ગણેશ મહોત્સવમાં મોખરે ગણાય છે. અને તેનું કારણ એ છે કે,ગણેશ સ્થાપના પછી પોલીસ જવાનો દ્વારા ગજાનને ગાર્ડ ઓફ ઓનર અપાય છે. રાજ્યમાં ગણેશ મહોત્સવમાં પોલીસ જવાનો દ્વારા ગજાનને ગાર્ડ ઓફ ઓનર અપાતુ હોય તેવુ એક માત્ર મંદિર મહેસાણામાં છે..અને આ ભગવાન ગજાનંદ ગણપતિ ને ગાર્ડ ઓફ ઓનર થી સલામી આપાવા ની પરંપરા 1921થી ચાલી આવે છે. અને આજે પણ ગાર્ડ ઓફ ઓનર ની પરંપરા પોલીસ વિભાગે પણ જાળવી રાખી છે.
મહેસાણા શહેરના હાર્દ સમા વિસ્તારમાં આવેલું આ મંદિર પ્રાચીન સમયનું છે. સાથોસાથ આ મંદિરની ખાસીયત એ છે કે આ મંદિરમાં બિરાજમાન ગજાનન જમણી સૂંઢવાળા છે. સામાન્યરીતે અન્ય મંદિરોમાં ગણપતિને ડાબી બાજુ સૂંઢ હોય છે. એક માન્યતા પ્રમાણે જમણી સૂંઢવાળા ગણપતિ વધુ શુકનવંતા માનવામાં આવે છે. જમણીબાજુ સૂંઢ ધરાવતા આ સિધ્ધિ વિનાયક મંદિરમાં શ્રધ્ધાળુઓની આસ્થા અનેરી છે તો સાથોસાથ આ મંદિર પ્રત્યે રાજઘરાના સાથે અનેરો સંબંધ છે.ગાયકવાડી જમાનામાં ગજાનને લશ્કર દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાતુ…હવે ગાયકવાડી યુગ તો નથી.,.પણ મહેસાણામાં ગાયકવાડે શરૂ કરેલી આ પરંપરા રાજ્યના પોલીસ તંત્રએ સાચવી રાખી છે..આજે પણ ગજાનની સ્થાપના થાય એટલે ગાર્ડ ઓફ ઓનર આપી ભગવાનને સન્માન અપાય છે..ગાયકવાડ સમયમાં આ મંદિરની જહોજહાલી મધ્યાહને હશે એવું કહેવું અનુચિત નથી. કારણ કે આ મંદિરમાં બિરાજમાન સિધ્ધિ વિનાયકથી પ્રભાવિત થયેલા ગાયકવાડ સરકારે એ વખતથી પ્રતિ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે પોલીસ સલામી આપવાનો પ્રારંભ કર્યો હતો. જે પરંપરા આજે પણ વર્ષો બાદ ચાલી આવે છે. આ દિવસે અહીં મોટો ઉત્સવ મનાવવામાં આવે છે. ગણેશ પૂજન સાથોસાથ પાંચ દિવસ સુધી ડાયરાનું આયોજન પણ કરવામાં આવે છે.
ગાર્ડ ઓફ ઓનરનું સન્માન…એટલે આજ ના યુગ નું સૌથી શ્રેષ્ઠ સન્માન દુંદાળા દેવ ગણપતિ દાદા ને વર્ષો ની પરંપરા મુજબ આપવામાં આવે છે.જો કે,આવુ સન્માન ભગવાનને અપાતુ હોય તેવી ઘટના જવલ્લે જ જોવા મળતી હોય છે..ત્યારે આજની આ પરંપરાથી ગાયકવાડી જમાનાની યાદ તાજી થયા વિના નથી રહેતી..
ઉલ્લેખનિય છે કે, આ દિવસે શહેરમાં સ્થાપન થનાર ગણપતિની મૂર્તિઓને અહી લાવ્યા બાદ જ જે તે જગ્યાએ લઇ જવામાં આવે છે. જે પણ એક ખાસિયત છે. આ પ્રસંગમાં શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાય છે.
કિશોર ગુપ્તા