બનાસકાંઠાના સુઈગામમાં 45 મિમિ, ધાનેરામાં 38 મિમિ અને દાંતામાં 20 મિમિ વરસાદ

રાજ્યમાં મેઘમહેર છે. 11 જિલ્લાના 19 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ કચ્છના રાપરમાં નોંધાયો હતો.  સમગ્ર દેશમાં વરસાદ ખેંચી લાવે તેવી કોઇ સિસ્ટમ સક્રિય ન હોવાથી અમદાવાદમાં વરસાદ પડતો ન હોવાથી ચોમાસું જામ્યું નથી.

હાલમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અરબી સમુદ્રમાં રહેલાં ભેજને લીધે વરસાદ પડી રહ્યો છે. અડધું ગુજરાત કોરુંધાકોર હોવાથી ગરમી અને બફારાનું પ્રમાણ વધતાં લોકો વરસાદની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે.

છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠામાં સારો એવો વરસાદ પડ્યો છે. જેમાં સુઈગામમાં 45 મિમિ, ધાનેરામાં 38, દાંતામાં 20 મિમિ તેમજ દિયોદરમાં 9 મિમિ, ભાભર તથા લાખણી 2-2 મિમિ અને કાંકરેજમાં 1 મિમિ વરસાદ પડ્યો છે. વડામથક પાલનપુર સિવાય અન્ય તાલુકામાં મેઘમહેર રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.