કરલો દુનિયા મુઠ્ઠીએ રીલાયન્સના આઘ્યસ્થાપક ધીરૂભાઇ અંબાણીના સુત્રને સાર્થક કરવા રિલાયન્સ બ્રાન્ડ અવિરત પ્રગતિની ઉડાન ભરી રહી છે.
દેશના અગ્રણી ઇ-માર્કેટપ્લેસીસમાંના એક રિલાયન્સ રિટેલના જિયોમાર્ટે ભારતીય ક્રિકેટઆઇકોન મહેન્દ્રસિંહ ધોનીને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરારબદ્ધ કર્યા છે. આ ઉપરાંત, જિયોમાર્ટે તેના તહેવારો માટેના કેમ્પેન જિયોઉત્સવ, સેલિબ્રેશન ઓફ ઇન્ડિયાને નવા રંગરૂપ આપ્યા છે. આ ઉત્સવ 8 ઓક્ટોબર, 2023થી શરૂ થશે. જિયોઉત્સવ કેમ્પેન એ બાબત પર ભાર મૂકે છે કે ધોનીએ દેશને ઉજવણી કરવા માટે ઘણા પ્રસંગો આપ્યા છે પરંતુ ઉત્સવોની ઉજણવીનો ભાગ બનવાનું ચૂકી ગયો છે. માટે જ નવીન ઉત્સાહ સાથે ધોની તેના પ્રિયજનો સાથે ખુશીની તમામ ક્ષણો, તહેવારો અને ખાસ પ્રસંગો ઉજવવા માટે સંકલ્પબદ્ધ છે.
કરલો દુનિયા મુઠ્ઠી મેં….
મહેન્દ્રસિંહ ધોનીની વિશ્ર્વાસ પ્રિય ભરોસેમંદ ઇમેજ જીયો માટેને જન જન સુધી પહોંચાડવા પાંખો આપશે
45 સેક્ધડની એક ફિલ્મમાં ધોની જોવા મળશે. જિયોમાર્ટના સીઇઓ સંદીપ વારાંગતીએ જણાવ્યું કે, અમને અમારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એમએસ ધોની સૌથી સુસંગત લાગે છે, તેમનું વ્યક્તિત્વ જિયોમાર્ટની જેમ વિશ્વાસ, ભરોસો અને ખાતરીને પ્રદર્શિત કરે છે. અમારું નવું કેમ્પેન જીવન અને જીવનની તમામ ખાસ ક્ષણોને પ્રિયજનો સાથે ઉજવવા માટે પ્રોત્સાહિત કરે છે, ’શોપિંગ’ આ ઉજવણીનું અભિન્ન અંગ છે. નોન-મેટ્રો વિસ્તારો હાલમાં અમારા સરેરાશ વેચાણમાં લગભગ 60 ટકા જેટલો હિસ્સો ધરાવે છે, જે ક્રમશ: વૃદ્ધિની નિશાની છે અને ડિજિટલ રિટેલનો પ્રસાર કરવાના અમારા પ્રયાસોના ફળનું પ્રમાણપત્ર છે.
જિયોમાર્ટ હાલમાં 1000થી વધુ કારીગરો સાથે કામ કરે છે, 1.5 લાખ અનન્ય ઉત્પાદનોનું વેચાણ કરે છે. વાસ્તવમાં કેમ્પેનના શૂટિંગના ભાગરૂપે વારાંગતીએ બિહારથી ધોનીને પુરસ્કાર વિજેતા કારીગર અંબિકા દેવી દ્વારા બનાવેલું મધુબની પેઇન્ટિંગ આપ્યું હતું. જિયોમાર્ટનું ધ્યાન માત્ર ગ્રાહકોને ઉત્પાદનો અને શ્રેષ્ઠ અનુભવ આપવા પૂરતું જ નથી પરંતુ લાખો કારીગરો અને એસએમબીને સરળતા સાથે વ્યવસાય કરવા માટે સક્ષમ બનાવવાનું પણ છે.
મહેન્દ્ર સિંહ ધોનીએ જણાવ્યું હતું કે, હું જિયોમાર્ટના મૂલ્યોને સારી રીતે જાણું છું અને તેનું સમર્થન કરું છું, એક સ્વદેશી ઈ-કોમર્સ બ્રાન્ડ હોવાને કારણેતેઓ ભારતમાં ડિજિટલ રિટેલ ક્રાંતિને સમર્થન આપવાના હેતુથી પ્રેરિત છે. ભારત તેની જીવંત સંસ્કૃતિ, લોકો અને તહેવારો માટે જાણીતું છે, જિયોમાર્ટનું જિયોઉત્સવ કેમ્પેન એ ભારત અને તેના લોકોના ઉત્સવની ઉજવણી છે. હું જિયોમાર્ટ સાથે જોડાવા અને લાખો ભારતીયોના શોપિંગ અનુભવનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.