આજના સાંસ્કૃતિક કાર્યક્રમોમાંબીએપીએસના વિદ્વાન સંતો દ્વારા નંદ પરમહંસોના કિર્તનોનો અનેરો લાભ માણી શકાશે
મંત્રલેખનથી અંત:કરણની શુધ્ધિ: હજારો હરિભકતોનો અનોખો મંત્રલેખન યજ્ઞ
પ્રમુખ સ્વામી મહારાજના ૯૮માં જન્મજયંતિ મહોત્સવની ૫૦૦ એકરમાં બનાવવામાં આવેલાસ્વામીનારાયણ નગરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આજે મહાય જ્ઞનો અંતિમ દિવસ છે જેમાં પ હજારથી પણ વધારે યજમાનો આહુતિ આપશે આ સાથે પ્રાંત પુજન બાદ શરૂ થયેલા આ યજ્ઞમાં પરમપૂજન મહંત સ્વામીના આશીર્વચન સાથે વિશ્વ શાંતિ મહાયજ્ઞની પુણાર્હુતિ થશે હજારો હરિભકતોએ આ મહાયજ્ઞનો લાભ લીધોછે.
વિશ્વ વંદનીય સંતવિભૂતિ પરમ પુજય પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવતા. પ થી ૧પમી ડીસેમ્બર દરમ્યાન માધા પર મોરબી બાયપાસ રોડ, રાજકોટ ખાતે આવેલાવિશાળ સ્વામીનારાયણ નગરનાં ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાઇ રહ્યો છે. દરરોજના લાખો વિઘાર્થીઓઅને ભાવિક-ભકતો આ નગરની મુલાકાત લઇ રહ્યા છે.
બુધવારે સવારે ૭.૩૦ કલાકે સ્વામીનારાયણ વિશ્ર્વશાંતિ મહાયજ્ઞના અંતિમ દિનનો શુભારંભપવિત્ર સંતો અને બ્રાહ્મણોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે કરાવ્યો. મહાયજ્ઞના તૃતીય દિને પ૦૦૦ યજમાનોએ વિશ્વશાંતિ અને જનકલ્યાણની ભાવના સાથે યજ્ઞદેવતાને આહુતિ અર્પણ કરી. આ મહાયજ્ઞના તૃતીયદિને પણ પ.પૂ. મહંતસ્વામી મહારાજે પધારી યજ્ઞવિધિમાં સમ્મિીલત થઇ યજ્ઞના ફળરુપ આશીર્વચન આપ્યા હતા.
જયારે ગઇકાલે સાંજે ૭.૩૦ થી ૧૦.૩૦ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભગવાન સ્વામીનારાયણ ઉદબોધિત ધર્મગ્રંથ વચનામૃત ને ર૦૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે તે નિમિતે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનો ઉદધોષ સમારોહ યોજાયો હતો. આ મહોત્સવની ઉજવણી આગમી સમગ્ર વર્ષ દરમ્યાન કરવામાં આવશે. આ ઉદઘોષ સમારોહમાં પ.પૂ. મહંતસ્વામી મહારાજે ઉ૫સ્થિત રહી વચનામૃતનું મહાત્મ્ય અને મહિમા દ્રઢ કરાવતાં કૃપા-આશિષ પાઠવ્યા હતા કે વચનામૃત મહારાજનું સ્વરુપ છે. વચનામૃતને આદરપૂર્વક રાખી તેનું વાંચન કરવુ. આપણા જીવમાં જે અંધકાર છે તેને વચનામૃત દુર કરી દેશે. એક વાર બે વાર પાંચ વાર નિત્યે અભ્યાસ કરશો તો કામ થઇ જશે.
સ્વામીનારાયણ નગરમાં રકતદાન યજ્ઞ
સ્વામીનારાયણ નગરમા છેલ્લા છ દિવસથી બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહયો છે. જેમાં ૧૩૩૭ થી વધુ પુરૂષ-મહિલા ભકતો-ભાવિકોએ ૬૦ થી અધિકસંતો દ્વારા ૫,૬૧,૫૭૩ સીસી રકતનું દાન કરાયું.
રકતદાનમાં ૧,૩૩૭ થી વધુ પુરૂષ-મહીલા હરિભકતોએ રકતદાન કર્યુ અને ૬૦ થી વધુ સંતો દ્વારા રકતદાન કરાયું, છ દિવસમાં કુલ ૫,૬૧,૫૭૩ સીસી રકત એકત્રથઇ ૧પ થી વધુ ડોકટરોની ટીમનો સેવાયજ્ઞ ૧૪ ડીસેમ્બર સુધી રકતદાન યજ્ઞ કાર્યરત રહેશે.
આ ઉપરાંત કીર્તન- ભકિતને નવધા ભકિતમાંથી એક ભકિત ગણવામાં આવે છે અને તેમાં પણ કાઠિયાવાડની ભૂમિ હંમેશા સંગીત પ્રિય રહી છે. આજે મહોત્સવના આઠમાં દિવસે સાંયકાળે ૭.૩૦ થી ૧૦.૩૦ દરમ્યાન પ્રમુખસ્વામી મંડપમ માં બી.એ.પી.એસ. સંસ્થાના સંગીતજ્ઞ સંતોના મુખેથી ઉ૫સ્થિત ભાવિકો-ભકતોને કીર્તન આરાધનાનો લાભ પ્રાપ્ત થશે. તેમજ પ.પૂ. મહંતસ્વામી મહારાજ પણ આ કીર્તન આરાધના ઉ૫સ્થિત રહી દર્શનનો લાભ આપશે.
આ સાથે જ સ્વામીનારાયણ સંપ્રદાયમાં મંત્ર લેખતનું પણ અનેખુ મહત્વ રહેલું છે મંત્રપોથીલેખનમાં હજારો હરિભકતો જોડાયા છે. જેમાં કેટલાક હરિભકતોએ તો એક લાખ થી પણ વધુ મંત્રલેખનકર્યા છે. જેમાં અબાલ વૃઘ્ધ, પુરુષો અને મહિલાઓ દરેકનો સમાવેશ થાય છે. તેમના જણાવ્યા મુજબમંત્ર લેખનથી અંત:કરણ શુઘ્ધ થાય છે અને ખોટા વિચારો આવતા બંધ થાય છે. જેને લખતા વાંચતા આવડતું ન હોય તે પણ માત્ર સ્વામીનારાયણ મંત્ર લખતા શીખી જાય છે. અને આ મંત્રનું લેખનકરી પાવન થાય છે. ગુરુ અને ઈશ્વરરને રાજી કરવા મંત્ર લેખન કરવામાંઆવે છે.
સનાતન હિંદુ ધર્મમાં અનેક પ્રકારની ભકિતનું વર્ણન કરેલું છે. જેમાંથી એક છે મંત્ર જાપ મંત્ર જાપથી મનની શુઘ્ધિ થાય છે અને શાંતિ પ્રાપ્ત થાય છે. સ્વામીનારાયણ મહામંત્ર એ મોક્ષ માટેનો મહામંત્ર છે.