અબતક, રાજકોટ
ઇન્દ્રપ્રસ્થનગર સ્થા. જૈન સંઘના ઉપક્રમે પૂ.ધીરગુરુદેવની નિશ્રામાં સવારે ૯ કલાકે જય જિનેન્દ્ર આરાધના ભવન ખાતે પૂ.શાંતાબાઇ મ.સ.ના મંગલપાઠ બાદ મહાવીર શાસન ફેરી ડુંગર દરબારમાં ધર્મસભામાં ફેરવાયા બાદ સુચિત્રા મહેતાની ભક્તિ ગીતથી પ્રારંભે થયેલ.
પૂ.ગુરુદેવ વિશાળ ધર્મસભામાં જણાવેલ કે મા-બાપને દુ:ખી ન કરવા ભગવાન મહાવીરનો પ્રથમ સંદેશ છે. ક્રોધ, સત્તાનો દુપયોગ કરવાથી કર્યો બંધાય છે. કર્મો બાંધતા પહેલા લાખ વાર વિચાર કરવો કેમકે ભગવાન મહાવીર પણ કર્મ ફળમાંથી બચી શક્યા નથી. જગતમાં ઝઘડા ચીજના નહિં જીદના છે. તે ભૂલવું નહિં.
જૈન શાળાના બાળકોએ એક જન્મ્યો રાજ દુલારો નૃત્યગીત રજૂ કરેલ. જનકલ્યાણ હોલના કર્મચારીઓનું બેલાણી પરિવારે રોકડા પિયાથી સન્માન કરેલ. ૧૪ સ્વપ્નની અર્પણ વિધી અને મહાવીર જીવન પોથીનો લાભ ડો.મનુભાઇ અને ઇન્દુબેન શાહ, ઇન્દિરાબેન ગિરધરલાલ મહેતા વગેરે અને જીવદયા કળશનો ચિન્મય કે. હેમાણી તેમજ અષ્ટમંગલ એવં નમો જિણાણં જિય ભયાણં સ્ટીકર્સનો યોગેશ શાહ, કિર્તીભાઇ ઘીવાળા, નિતીન કામદાર, મિતલ, શિવાની શાહ વગેરેએ લીધેલ. કલકત્તાના મોદકની લાણી જશવંતીબેન ચમનલાલ દેસાઇ તરફથી અને ૨૭ ચાંદીની લગડી ભાગ્ય વિજેતાને અર્પણ કરાયેલ. પૂ.ધીરગુરુદેવના અનુગ્રહથી રાજકોટ મહાજન પાંજરાપોળને ગૌમાતા વિશ્રાંતિ ગૃહ- એક શેડના નામકરણમાં પિયા સાડાબાર લાખનું દાન જ્યોતિબેન વિનોદચંદ્ર દોશી (એચ.જે.સ્ટીલવાળા) અને ગૌમાતા દત્તક યોજનામાં ૯ ગૌમાતા જડાવબેન અને પ્રફુલ્લભાઇ લાધાણી, ૫ કરણાભાઇ બાવાભાઇ માલધારી, ઇન્દિરાબેન અનંતરાય કામદાર, ડો.હર્ષદ અને ચેતના સંઘવી, હર્ષાબેન હીરાલાલ વાધર તેમજ ઉમંગ બિમલ દોહીએ ૩ અને અનેક ભાવિકો ૧-૧ ગૌમાતા વાર્ષિક દત્તક યોજનામાં ૧૧૦૦૦/- રૂપિયામાં લાભાર્થી બની રહ્યાં છે.
પાંજરાપોળના ટ્રસ્ટી મુકેશ બાટવીયા અને સેવારત બકુલેશ રૂપાણીનું નિરવ સંઘાણી, જિજ્ઞેશ અજમેરાએ સન્માન કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ ધીરૂભાઇ વોરા, નલીનભાઇ, રાજેન્દ્રભાઇ બાટવીયા, વિશાલ શાહ, કિશોર સંઘાણી, મહિલા મંડળ વગેરે કાર્યરત છે. જ્ઞાનવર્ધક પુસ્તકની અર્પણ વિધી નયનાબેન શાહ, નીતાબેન દોશી વગેરેના હસ્તે કરવામાં આવેલ. સૂત્ર સંચાલન જયશ્રીબેન શાહે કર્યું હતું.