જૈન ધર્મ સ્થાનકોમાં તિર્થકર પ્રભુ મહાવીર સ્વામીની માતા ત્રિશલાજીને આવેલા ૧૪ મહાસ્વપ્નની ઉછામણી
મહાવીર સ્વામીના જીવનનાં પ્રેરક પ્રસંગોનું વર્ણન
પર્વાધિરાજ પર્યુષણનાં પાંચમા દિને
સૌરાષ્ટ્રભરમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વ ભાવભેર ઉજવાઇ રહ્યું છે. ત્યારે આજે પર્યુષણ પર્વના પાંચમાં દિને દરેક ઉપાશ્રયોમાં મહાવીર સ્વામીનું જન્મ વાંચન કરવામાં આવી રહ્યું છે. દરેક જૈન ધર્મ સ્થાનકોમાં તિર્થકર પ્રભુ મહાવીર સ્વામીની માતા ત્રિશલાજીને આવેલા ૧૪ મહા સ્વપ્નની ઉછામણીનું આયોજન કરાયું છે. સાથે મહાવીર સ્વામીના જીવનનાં પ્રેરક પ્રસંગોનું વર્ણન કરવામાં આવી રહ્યું છે.
પર્વાધિરાજ પર્યુષણ પર્વ નીમીતે દરેક જૈન ધર્મ સ્થાનકો ધાર્મિક કાર્યક્રમોથી ધમધમ્યા છે.ભગવાન મહાવીર સ્વામીની દરરોજ વિશેષ આંગી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડી દર્શન કરીને ધર્મલાભ મેળવી રહ્યા છે. ત્યારે આજરોજ પર્યુષણ મહાપર્વના પાંચમા દિને દરેક ઉપાશ્રયોમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મનું વાંચન કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે દરેક જૈન ધર્મ સ્થાનકોને વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો છે. આ ઉ૫રાંત ભગવાન મહાવીરની વિશેષ પુજા, અચના અને આંગી કરવામાં આવી છે.
જૈન ધર્મ સ્થાનકોમાં તિર્થકર પ્રભુ મહાવીર સ્વામીની માતા ત્રિશલાજીને આવેલા ૧૪ મહા સ્વપનની ઉછામણી કરવામાં આવ્યું છે અનેક ઉપાશ્રયોમાં કલ્પસૂત્રના વાંચનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
કલ્પસુત્રમાં અનેક મહાપુરૂષોના ચરિત્રોની વાત આવે છે. જિનશાસનમાં પરમ શ્રઘ્ધેય ગ્રંથનું નામ હોય તો તે કલ્પસૂત્ર ગ્રંથ છે કલ્પવૃક્ષની નીચે બેસીને જે સંકલ્પ કરીએ તે પૂર્ણ થાય છે તેમ કલ્પસૂત્ર સાંભળતા – સાંભળતા સર્વ સંકલ્પ પૂર્ણ થતાં હોય છે.
સાહિત્યકાર જૈન સાહિત્યકાર મનોજભાઇ ડેલીવાળાએ જણાવ્યું કે ભગવાન મહાવીર સ્વામીની માતા ત્રિશલાજીને ૧૪ સ્વપ્ન ઉછામણી કરવામાં આવી છે. ઉપરાંત મહાવીર સ્વામીના જીવનનાં પ્રેરક પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું છે. સાહિત્યકાર જૈન સાહિત્યકાર મનોજભાઇ ડેલીવાળાએ જણાવ્યું કે ભગવાન મહાવીર સ્વામીની માતા ત્રિશલાજીનો ૧૪ સ્વપ્ન આવ્યા હતા. માતા ત્રિશલાજીએ આ સપનાની વાત મહારાજા સિઘ્ધાર્થને કરી હતી. ત્યારે સિઘ્ધાર્થે કુશળ સ્વપ્ન પાઠકોને બોલાવીને તેનો અર્થ જાણ્યો હતો.