મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક હાજરી: કાર, બાઈક, રાસ મંડળી, રથ, બેડાધારી બહેનો, કળશધારી બાળાઓ અને વિવિધ પાત્રો ધારણ કરેલા બાળકો સાથે નિકળશે ધર્મયાત્રા

જૈનમ્ દ્વારા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિને તા.૨૯ને ગુરૂવારના રાજે શ્રમણ ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત ભવ્યાતિત વીર પ્રભુની ધર્મયાત્રા ત્રિશલાનંદન વીરકી, જય બોલો મહાવીર કીના ગગન ભેદી નાદ સાથે યોજાશે. સવારે ૮ કલાકે કિશાનપરા ચોકથી પ્રારંભ જીલ્લા પંચાયત ચોક, ડો. યાજ્ઞીક રોડ, સ્વામી વિવેકાનંદ પ્રતિમા, જીમખાના રોડ, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, હરિહર ચોક, ચૌધરી હાઈસ્કુલ સવારે ૧૦ કલાકે પહોચી ધર્મયાત્રા મહાવીરનગરી ખાતે વિશાળ ધર્મસભામાં પરિવર્તીત થશે.

આ ધર્મયાત્રાના રૂટમા સરબતનું વિતરણ ક્ધયા છાત્રાલય ડો. યાજ્ઞીક રોડ વર્ધમાન યુવક મંડળ, સ્વામી વિવેકાનંદ પ્રતિમા પાસે જૈન સોશ્યલ ગ્રુપ એલીટ, લીમડા ચોક, ખાતે પંચનાથ મદિર સાર્વજનીક ટ્રસ્ટ, ગાંધીભવન પંચનાથ પ્લોટ મેઈનરોડ ખાતે દિપેશ દિલીપભાઈ ગાંધી અને ઋષભભાઈ ગાંધી દ્વારા વિતરણ કરવામાં આવનાર છે.

ધર્મયાત્રામાં પૂજનીય સાધુ ભગવંતોની પાવન નિશ્રામાં ૨૪ આકર્ષક ફલોટ્સ સાથે બહોળી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ જોડાશે. આ ધર્મયાત્રામાં પ્રભુવીરના જીવનદર્શનને લગતા ફલોટસ, જૈન સમાજ દ્વારા થતી ધાર્મિક સામાજીક પ્રવૃત્તિઓના ફલોટસ, જીવદયાના ફલોટસ સામેલ થશે. ઉપરાંત ધર્મયાત્રાના રૂટ ઉપર આકર્ષક અને મનમોહક રંગોળી, ભગવાનનો રથ, ધર્મધજા, સુશોભીત કરેલ કાર બાઈક સવારો, કળશધારી બાળાઓ, બેડાધારી બહેનો, બાળકોની વેશભૂષા રાસની રમઝટ બોલાવતી રાસ મંડળી, સુરાવલી રેલાવતા બેન્ડ પાર્ટી સાથે ભવ્ય ધર્મયાત્રા નિકળશે.

ફલોટસ બનાવનાર તમામને રૂ.૮૦૦૦ ની સબસીડી આપવામાં આવશે. ઉપરાંત ફલોટસમાં શ્રેષ્ઠ પાંચ ફલોટસને ઈનામો આપવામાં આવશે. જેમાં પ્રથમ નંબરને રૂ.૫૦૦૦બીજા નંબરને રૂ.૪૦૦૦ ત્રીજા નંબરને રૂ.૩૦૦૦ ચોથા નંબરને રૂ.૨૦૦૦, પાંચમાં નંબરને રૂ.૧૦૦૦ રોકડ પૂરસ્કાર આપવામા આવશે. ધર્મયાત્રાની શરૂઆતમાં લકકી ડ્રોની ટીકીટો આપવામાં આવશે. જેનો ડ્રો ધર્મસભામાં કરવામાં આવશે.

ધર્મયાત્રામાં જૈન સમાજના બાળકો વેશભૂષા સાથે બહોળી સંખ્યામાં જોડાશે. આ વેશભૂષશમાં જોડાનારને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.

આ મહોત્સવમાં રાજકોટના પનોતાપુત્ર અને જૈન સમાજના ગૌરવરૂપ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ વિશેષ હાજરી આપશે. મનમોહક સમીયાણામાં વિશાળ સ્ટેજ સાથે રાજકોટમાં બિરાજમાન સ્થાનકવાસી, મૂર્તિપૂજક સંઘોનાં સાધુ સાધ્વીજીઓની પાવનનિશ્રામાં મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ તકે પધારેલ સાધુ સાધ્વીઓ આશિર્વચન ફરમાવશે. સાથે સાથે પ્રખર વકતા જગદીશભાઈ ત્રિવેદી ધર્મસભાને સંબોધશે.

ધર્મસભા બાદ પધારેલા લોકો વ્યવસ્થિત રીતે સ્વામી વાત્સલ્યનો લાભ લઈ શકે તે માટે દાતાશ્રીઓનાં સહયોગથી વિશાળ ૩૦ પાલનું સુંદર આયોજન કરવામાં આવેલ છે.

શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવના વાત્સલ્યનાં પાસ તમામ ઉપાશ્રય તથા દેરાસર, દિગંબર મંદિર, શ્રીમદ રાજચંદ્ર મંદિર સહિતની સંસ્થામાંથી વ્યકિત દીઠ રૂ.૧૦ આપી મેળવી લેવા પાસ વિતરણ તા.૨૫ સુધી જ કરવામાં આવશે.

આ ભવ્યાતિ ભવ્ય આયોજનમાં રાજકોટના સ્થાનકવાસી જૈન મોટા સંઘ, રાજકોટ જૈન તપગચ્છ સંઘ , રોયલ પાર્ક, સ્થાનકવાસી જૈન મોટા સંઘ, શાલીભદ્ર સરદારનગર જૈન સંઘ સદર સ્થાનકવાસી જૈનસંઘ આનંદનગર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, રામકૃષ્ણનગર સ્થાનકવાસી જૈન સંઘ, ભકિતનગર સ્થાનકવાસી જૈન સંધ, ગીતગુર્જરી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય ગોંડલ રોડ વેસ્ટ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, નેમીનાથ વિતરાગ સ્થાનકવાસી જૈન સંઘ, ઈન્દ્રપ્રસ્થ સ્થાનકવાસી જૈન સંઘ, નાલંદા જૈન સંઘ, મનહર પ્લોટ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, સંઘાણી સ્થાનકવાસી જૈન સંઘ, નવકાર જૈન મંડળ, ઋષભદેવ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, અજરામર સ્થાનકવાસી જૈન સંધ, શેઠ સ્થાનકવાસી જૈન સંધ, પ્રહલાદ પ્લોટ સ્થાનકવાસી જૈન સંધ, મહાવીરનગર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ઉગ્વસગ્ગહરં સાધના સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, જંકશન પ્લોટ સ્થાનકવાસી જૈન સંધ, જૈન ચાલ સ્થાનકવાસી જૈન સંધ, શ્રમજીવી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, રેસકોર્ષ પાર્ક સ્થાનકવાસી જૈન સંઘ, વૈશાલીનગર સ્થાનકવાસી જૈન સંઘ, રાજગીરી ઉપાશ્રય પંચાયતનગર, પંચવટી શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ, જાગનાથ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, કાલાવડ રોડ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ , શાંતિનાથ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ, મણીયાર જૈન દેરાસર શ્રાવક શ્રાવિકા, સિધ્ધચક્ર શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ (કાચ જિનાલય), રૈયારોડ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ, વર્ધમાનનગર જૈન સંઘ, પ્રહલાદ પ્લોટ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ, આનંદનગર શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ, યુનિવર્સિટી રોડ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ, ગાંધીગ્રામ શ્ર્વેતાંબર મૂર્તિપૂજકક જૈન સંઘ, વિમલનાથ દેરાસર, સાધુવાસવાણી રોડ જૈન તપગચ્છ સંઘ, કૃષ્ણનગર જૈન તપગચ્છ સંઘ, રણછોડનગર જૈન તપગચ્છ સંઘ, નંદનવન દેરાસર યુનિ. રોડ, દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, પંચનાથ પ્લોટ અને તીરૂપતિનગર, રાજચંદ્ર મુમુક્ષુ મંડળના પદાધિકારીઓએ શ્રાવક શ્રાવિકાઓને ઉત્સાહભેર જોડાવવા અપીલ કરી છે.

સમગ્ર આયોજનમાં રાજકોટના તમામ જૈન સોશ્યલ ગ્રુપ્સ જેમ કે મેઈન, વેસ્ટ મીડટાઉન, ડાઉન ટાઊન, રોયલ એલીટ, સેન્ટ્રલ, સીલ્વર, જૈન જાગૃતિ સેન્ટર મેઈન જૈન યુવા ગ્રુપ, જૈન યુવા ગ્રુપ જૂનીયર, અર્હમ સેવા યુવા ગ્રુપ, દિગંબર સોશ્યલ ગ્રુપ સહિતના જોડાશે.

અજરામર ઉપાશ્રયે કાલે સમૂહ સામાયિક અને ભકતામ્બર સમૂહ જાપ

લીંબડી અજરામર સંપ્રદાયના પૂ.આચાર્ય ભગવંત અધ્યાત્મયોગી ભાવચંદ્રજીસ્વામીના આજ્ઞાનુવર્તી તીર્થસ્વરૂપા પૂ.રત્ન-સૂર્ય-સુલોચના ગુરુણીમૈયાના સુશિષ્યા મધુર વકતા પૂ.કમલપ્રભાજી મહાસતીજી, પૂ.ઉન્નતિકુમારજી મહાસતીજી, પૂ.વિશુદ્ધિકુમારિજી મહાસતીજી, પૂ.જશકુમારિજી મહાસતીજી તથા પૂ.કૃતજ્ઞાકુમાજી મહાસતીજી આદિ ઠા.-પ, સકળ સંઘની ભકિતભાવપૂર્વકની વિનંતી સ્વીકાર કરી આગામી ચૈત્ર માસની આયંબિલ ઓળીમાં પાવન નિશ્રા પ્રદાન કરવા સંઘના આંગણે પધારી ગયેલ છે. પૂ.મહાસતીજીના પાવન નિશ્રામાં આવતીકાલે સવારના ૯:૧૫ થી ૧૦:૧૫ વ્યાખ્યાન સમયે સમૂહ સામાયિક સાથે ભકતામ્બર જાપ રાખવામાં આવેલ છે. પૂ.મહાસતીજીના પાવન નિશ્રામાં આગામી ૨૩મીએ ચૈત્રી માસની આયંબિલ ઓળીનો શુભ પ્રારંભ થઈ રહેલ છે. નવ દિવસ દરમ્યાન સવારે ૬:૩૦ થી ૭:૩૦ મંગલ પ્રાર્થના, ૯:૦૦ કલાકે તિરંગી સામાયિક, ૯:૧૫ થી ૧૦:૧૫ નવકાર મહામંત્ર પદની મહત્વના વિશે વ્યાખ્યાનવાણી, ૧૦:૩૦ થી ૧૧:૩૦ નવ-ગ્રહના સમૂહ જાપ, ૧૧:૩૦ થી ૧૨:૧૫ આયંબિલ તપ અંગે વિધિ, ૧૨:૧૫ કલાકે સંઘના રસોડે અમૃત આયંબિલ, ૩:૩૦ થી ૪:૩૦ અનુપૂર્વીજાપ સાથે સાથે અવનવી ધાર્મિક સ્પર્ધા તથા સાંજે ૭:૦૦ કલાકે ભાઈઓ-બહેનો માટે પ્રતિક્રમણ વગેરેનું સુ-વ્યવસ્થિત આયોજન રાખવામાં આવેલ છે. આ પાવનકારી નવ દિવસ દરમ્યાન ૧૨ કલાકના નવકાર મહામંત્રના અખંડ-જાપ રાખવામાં આવેલ છે. સંઘના આંગણે અનેરો આનંદ અને ઉત્સાહ વર્તાય રહ્યો છે. આયંબિલનો અપૂર્વ લાભ સંઘના કાયમી દાતા તરીકે ધર્મવત્સલાબેન કલ્પનાબેન વિરેન્દ્રભાઈ દસાડીયા પરીવારે લીધેલ છે. આવતીકાલે રાત્રે ૯:૦૦ કલાકે ગઢડાવાળા સુ-શ્રાવક નરેન્દ્રભાઈ કામદાર જૈન શાળાના બાળકો તેમજ પરિવાર જણો માટે ‘મા ની મમતા’ વિશે એક પાત્રીય ધાર્મિક સંવાદ-(નાટિકા) રજુ કરશે.

જૈનાચાર્ય કવિન્દ્રસાગરસૂરીજીનું ભવ્ય સામૈયુ મણીઆર જિનાલયે મહામાંગલીક ફરમાવ્યું

સૂરીમંત્ર પ્રભાવક, સળંગ ૧૬માં વર્ષીતપનાં આરાધક, કવિન્દ્રસાગરસૂરીજી મ.સા. આદી ઠાણા-૨નું વાજગે-ગાજતે ભવ્ય સામૈયુ કરાયું હતું.

gujrat news | rajkot
gujrat news | rajkot

ગુરૂદેવે સર્વપ્રમ જામવણલીવાળા જયસુખલાલ ખુશાલચંદ મહેતા પરિવારનાં નિવાસસને પગલાં કરેલાં. માધવવન એપાર્ટમેન્ટ, ડો. તન્ના હોસ્પીટલી ગુરૂદેવનું સામૈયું મણીઆર જિનાલય સુધી કરાયેલ. મણીઆર જિનાલયે  કવિન્દ્રસાગરસૂરીજી મ.સા.એ વિધ્નવિનાશક મહા માંગલીક ફરમાવશે. ત્યારબાદ ઉપાશ્રય ખાતે વ્યાખ્યાન અને આર્શીવચન પાઠવેલ.

ગુરૂદેવનાં સ્વાગત સામૈયામાં રાજુભાઇ મહેતા, વિજયભાઇ મહેતા, અલ્પેશ મહેતા, દિલીપભાઇ પારેખ, પંકજભાઇ કોઠારી, રઘુવીરસિંહ, પ્રવિણભાઇ ફોફરીયા, જયેશભાઇ દામાણી, સુધીરભાઇ શાહ, કમલભાઇ મહેતા, વિનુભાઇ દોશી, અરૂણભાઇ દોશી, વિપુલભાઇ કોઠારી, ઉત્તમભાઇ જૈન, સુનિલભાઇ દામાણી, કે. ડી. શાહ, જૈન મહિલા મંડળ, અચલગચ્છ જૈન સંઘ-રાજકોટનાં સભ્યો ઉપરાંત ભાઇઓ અને બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્તિ રહ્યા હતા. જૈન શાસનના શિરમોર સળંગ ૫૧માં વર્ષીતપના આરાધક, મહાન તપસ્વી, અચલગચ્છાધિપતિ  ગુણોદયસાગરસુરીશ્ર્વરજી મ.સા.ના શિષ્ય  કવિન્દ્રસાગરસૂરીજી સળંગ ૧૬માં વર્ષીતપની ઉગ્ર આરાધના કરી રહ્યા છે. તેઓ રાજકોટી જુનાગઢવિહાર કરશે. જુનાગઢમાં તેમની નિશ્રામાં મુંબઇ અને ગામેગામી ૯૦૦ આરાધકો પધારી સમૂહ આયંબિલની ઓળીની આરાધના કરશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.