હરિયાણાના ૯મી એપ્રીલે માંસ અને દા‚ના વેચાણ પર રોક લગાવી, મહાવીર જયંતિ અહિંસા દિન તરીકે ઉજવાશે
હરિયાણા સરકારે ૯ એપ્રિલના રોજ મહાવીર જયંતિ નીમીતે નો-માંસ, નો-દા‚ દિવસ જાહેર કર્યો છે. હરિયાણા અર્બન લોકલ બોડીના મંત્રી કવિતા જૈને આ વાતની જાણ કરતા કહ્યું કે, હરિયાણા સરકારે મહાવીર જયંતિને અહિંસા દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો છે. દર વર્ષની ૯મી એપ્રીલે રાજયના તમામ માંસ, ઇંડા, માછલી, દા‚ વગેરેની દુકાનો બંધ રહેશે.
રાજય સરકારના આ નિર્ણયને ઘ્યાનમાં રાખતા બધા કમિશ્નરો, નગરપાલીકાના અધિકારીઓને નિર્દેશ મોકલવામાં આવ્યા છે. કવિતા જૈને જણાવ્યું કે, આ તમામ અધિકારીઓ અને નગર નિગમના કાર્યકારીઓને નિર્ણયનો અનિવાર્યઢબે પાલન કરવા કહેવાયું છે. તમામ અધિકારીઓને પોતાના ક્ષેત્રમાં આ નિર્ણયની અમલવારી થાય તે પર ઘ્યાન રાખવા સુચવાયું છે. વર્ષ ૨૦૧૪ ઓકટોમ્બરમાં હરિયાણામાં બીજેપી સરકાર બની હતી અને વર્ષ ૨૦૧૫માં હરિયાણામાં ગૌમાંસ ના વેચાણ પર પ્રતિબંધ લાગ્યો હતો.