મધુરમ કલબ અને મહાવીર સેવા ટ્રસ્ટ દ્વારા આવો રે આવો મહાવીર નામ લઇએ ભકિત સંગીત કાર્યક્રમનું આયોજન: મુખ્યમંત્રી રુપાણીનું કરાશે શાહી સ્વાગત
મધુરમ કલબ અને મહાવીર સેવા ટ્રસ્ટ દ્વારા મહાવીર જન્મ કલ્યાણક નિમિતે ભકિતભાવપૂર્વ ઉજવણી કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. જેમાં આજે સાંજે ૭ કલાકે મહાવીર નગરી બાલભવન ખાતે ભકિતસંગીત તેમની માહીતી આપતા મધુરમ કલબના પ્રમુખ મીલન કોઠારી, મહાવીર સેવા ટ્રસ્ટના ચેરમેન શ્રી ચંદ્રકાંતભાઇ શેઠ અને ભરતભાઇ દોશીએ જણાવ્યું હતું કે જૈન સમાજના પ્રિય એવા આવો એ આવો મહાવીર નામ લઇએ…. ભકિતસંગીતમાં આ વર્ષે સુપ્રસિઘ્ધ સ્તવનકાર અંકુશ શાહ (સુરત) ભાસ્કર શુકલ (રાજકોટ) નીધી ધોળકીયા (રાજકોટ) તથા મૃંદુગ વૃંદના રાસ અને તેમની ટીમ ભકિતસંગીતમાં તરબોળ કરશે.
ઉપરાંત સૌરાષ્ટ્રની જનતાને ક્રિકેટના સ્ટેડીયમની ભેટ આપનાર શ્રી નિરંજનભાઇ શાહનું જૈન સમાજ દ્વારા અદકે‚ સન્માન યોજાશે.
ભકિત સંગીતના કાર્યક્રમમાં સ્વ. પિયુષભાઇ કામદાર તથા સ્વ. હીરાબેન છોટાલાલ શાહ પરીવાર અને અનિષભાઇ વાઘર, જયેશભાઇ શાહ, પરમપૂજય નયપદ્મસાગરજી મહારાજ સાહેબની પ્રેરણાથી હસ્તે રાજુભાઇ કેસ્ટ્રોલનો વિશેષ સહયોગ મળેલ છે.
આ ભકિતસંગીતમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીની ઉ૫સ્થિતિમાં ટીમ આવો રે આવો મહાવીર દ્વારા આગામી જૈન સમાજ માટે ત્રણ સેવાના સંકલ્પો જાહેર કરવામાં આવશે. જેમાં મેડીકલ સહાય યોજના અને સમુહ લગ્ન ઉત્સવ તથા એજયુકેશન સહાય યોજના સેવાના કાર્યો જાહેર કરવામાં આવશે.
ચારેય ફીરકાના આગેવાનો અને જૈન જૈનેતરોને ભકિતસંગીતમાં ઉ૫સ્થિત રહેવા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મિલન કોઠારી, સી.એમ.શેઠ, પ્રફુલાબેન મહેતા, યોગનાબેન મહેતા, વિણાબેન શેઠ, અરુણાબેન મણીયાર, બીનાબેન વાઘર, સુલોચનાબેન ગાંધી, નીરાલી પારેખ, સેજલબેન અવલાણી, ખુશ્બુ ભરવાડા, મિતલ વોરા, નીશા દોશી, સંગીતા કોઠારી,
પ્રતિભાબેન મહેતા, ભાવનાબેન ગોડા, શીતલબેન મહેતા: પ્રગતિબેન શેઠ, રાશી સંઘવી, રેખાબેન શાહ, જાગૃતિબેન વોરા, રત્નાબેન કોઠારી, ભરત દોશી, આશિષ ગાંધી, ધીરેન ભરવાડા, બ્રીજેશ મહેતા, ધ્રુમીલ પારેખ, રાજેશ સંધવી, જેનીસ અજમેરા, અખીલ શાહ, અતુલ સંઘવી, તુષાર ધ્રુવ, મૃનાલ અવલાણી, જય કામદાર, નૈમિષ પુનાતર, રજત સંઘવી, વિશેષ કામદાર, ‚ષભ શેઠ, રાજેશ વિરાણી, તુષાર ધ્રુવ, વિપુલ મહેતા, કૃનાલ મહેતા, અનુલ શાહ, મનીષ દોશી, હિમાશું ખજુરીયા, ચંદ્રેશ કોઠારી, સચિન વોરા, ભાવેશ પારેખ, જતીન સંઘાણી, કેતન વખારીયા, હિમાંશુ પારેખ, મિલન મહેતા, જયદત સંઘાણી, નેવિધ પારેખ, હર્ષિલ શાહ સહીતના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.