બુધવારે પૂ. મુક્તિશીલાજી મ.સ.ની વડી દીક્ષા
આગામી તા. ૨૩ના રોજ રાજકોટ મહાવીરનગર સ્થા.જૈન સંઘના આંગણે હેમુ ગઢવી હોલના પ્રાંગણે સવારે ૯:૦૦ કલાકે પરમ શ્રધ્ધેય પૂ.ગુરુદેવ ધીરજમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી શાસન રત્ના પૂ.નમેદ – વિનય ગુરુણીના સુશિષ્યા નૂતન દીક્ષિત પૂ.મુકિતશીલાજી મ.સ.ની વડી દીક્ષા યોજાશે.
કરેમિ ભંતે બાદ ” વડી દીક્ષા ” એ નૂતન દીક્ષિતને ગુરુદેવ તરફથી મળતું સંયમ જીવનનું પાકુ લાઈસન્સ કહેવાય છે….
ડાયાબિટીસ હોય અને ગળપણનો ત્યાગ કરે તેને ત્યાગી ન કહેવાય,કારેલા ન ભાવતા હોય અને ત્યાગ કરે તેને પણ ત્યાગી ન કહેવાય પરંતુ તમામ પ્રકારના ભોગ સુખોના સાધનો સામે હોય અને સ્વેચ્છાએ જે ત્યાગ કરે તેને ત્યાગી કહેવાય : શ્રી દશ વૈકાલિક સૂત્ર
દીક્ષા અંગીકાર કર્યા બાદ છ મહિનાની અંદર પૂ.ગુરુ ભગવંતો દ્રારા નૂતન દીક્ષિત આત્માઓને છેદોપસ્થાપનીય ચારીત્ર દ્ગારા પંચ મહાવ્રતોનું આરોપણ કરાવવામાં આવે છે.
જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે સામાયિક ચારિત્રનું છેદન કરીને પંચ મહાવ્રતોમાં ઉપસ્થાપિત કરાવવામાં આવે છે તથા છઠ્ઠા રાત્રી ભોજન ત્યાગ તેમજ છકાય જીવોની રક્ષાના પાલન માટે પ્રતિજ્ઞા કરાવવામાં આવે છે. જેવી રીતે અમુક વૃક્ષોને વાવવા માટે એક જગ્યાએથી ઊખેડી અન્ય જગ્યાએ સ્થાપિત કરવાથી તે વૃક્ષનો વિકાસ ઝડપથી થાય છે. ગુરુદેવ સમજાવશે કે હવે જગતના સર્વે જીવો આપણા આત્મા સમાન છે.
અત્તહિયઠાએ અથોત્ સાધક આત્મા માત્ર આત્મ હીત માટે જ મોક્ષનો માગે એટલે કે મુનિપણુ અંગીકાર કરે છે. આત્મહિતથી વધીને અન્ય કોઈ સુખ જગતમાં છે જ નહીં તેથી જ સાધક માટે સિદ્ધ પદ જ ઉપાદેય અને ઉપાસનારૂપ છે.ગુરુદેવ હિતશિક્ષા આપતા સમજાવશે કે જેવી રીતે તમને તમારા પ્રાણ પ્રિય છે તેમ જગતના દરેક જીવોને પોતાના પ્રાણ પ્રિય છે, માટે છકાય જીવોની દયા પાળજો. મોક્ષ મેળવવા માટે જ મુનિ મહાવ્રતોરૂપી કઠોર માગે હસતાં – હસતાં સ્વીકારે છે. છકાય જીવોનું રક્ષણ કર્યા વગર ચારિત્ર ધમેનું પાલન થઈ શકતું નથી.સાધક માટે જ્ઞાન સાથેની ક્રિયા અને તેની સમગ્ર સાવધાની એક એક મહા મૂલા રત્નકણો જેવી હિતશિક્ષાઓ ગુરુદેવ આપે છે.ઉપકારી ગુરુદેવ નૂતન દીક્ષિતોને જતનામય જીવન જીવવાનો મંત્ર જૈનાગમ શ્રી દશ વૈકાલિક સૂત્રના છજ્જીવણિયા નામના ચોથા અધ્યયનના માધ્યમથી આપી તેઓના રોમેરોમમાં ભગવદ્ ભાવોને ભરી દે છે.અહિંસા ધમેમાં સ્થિત થવા માટેનો ઉપદેશ છ જીવનિકાય દ્ગારા વડી દીક્ષામાં આપવામાં આવે છે.
વડી દીક્ષાને દિવસે પૂ.ગુરુ ભગવંતો પોતાના શ્રી મુખેથી જૈનાગમ શ્રી દશ વૈકાલિક સૂત્રના ચતુથે અધ્યયનની વિશદ્ છણાવટ કરે છે.પૂ.ગુરુદેવ નૂતન દીક્ષિત આત્માને મહાવ્રતોના મૂલ્યો સમજાવે છે.સંયમ જીવનની મયોદા શું રહેલી છે સમજાવે છે. શરીરને સંયમનું માત્ર સાધન જ સમજવાનું તેની ઉપર પણ મમત્વ રાખવાનું નહીં.મુનિ જીવનની મહત્તા વણેવી સંસારરૂપી મહા સાગર સહેલાઈથી પાર પામવાનો પથ – રસ્તો બતાવે છે.મોક્ષ માગેની આરાધના કરવાની સાંગોપાંગ વિધિ વડી દીક્ષામાં સમજાવવામાં આવે છે.નિર્દોષ ચારિત્ર ધમેનું પાલન કરવા માટે વિધિ – વિધાન સમજાવે છે.
ગુરુદેવ ફરમાવશે…. હે આત્માઓ ! આ મુનિપણુ જેવું તેવુ નથી.એક – બે નહીં પરંતુ દેવલોકના અસંખ્ય દેવો શ્રમણપણાને ઝંખી રહ્યાં છે..અને જેઓનું મન અહિંસા, સંયમ અને તપમાં જોડાયેલું રહે છે તેને દેવલોકના દેવો પણ વંદન એવમ્ નમસ્કાર કરે છે.
નૂતન દીક્ષિત આત્મા પ્રશ્ન કરશે કે હે ગુરુ ભગવંત ! હાલતા,ચાલતા, ઊઠતા – બેસતા,ભોજન કરતાં એમ દરેક બાબતમાં પાપ કમે બંધાય તો અમારે કરવું શું ? ગુરુદેવ આગમનો સહારો લઇ પ્રત્યુત્તર આપે કે હે મોક્ષાભિલાષી આત્મન ! જયં ચરે,જયં ચિઠ્ઠે એટલે કે દરેક ક્રિયા ” જતનાપૂવેક ” કરવાની જેથી પાપકમેનો બંધ ન થાય.પઢમં નાણં તઓ દયા…પ્રથમ જ્ઞાન પછી દયા તથા પછાવિ તે પયાયા..પાછલી વયે કે મોટી ઉંમરમાં પણ સંયમનો સ્વીકાર કરી શ્રેષ્ઠ સાધક જીવન વ્યતિત કરી છેડો અને ભવ સુધારી શકાય છે.પરમાત્મા કહે છે જતનાપૂવેક જીવન જીવી સંયમ માગેની વિરાધના ન થઈ જાય અને મહાવ્રતનું પાલન કરી મહાત્મા બનવા ઉદ્યમ કરવો.યાવત્ જીવન સુધી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બનવા સદા પ્રયત્નશીલ રહેવું.