પર્વાધિરાજ પર્યુષણ પર્વના પાંચમા દિવસે અનંત ઉપકારી પ્રભુ મહાવીરનું જીવન – કવન અને પ્રેરક પ્રસંગો પૂ.સંત – સતિજીઓ પ્રવચનમાં ફરમાવશે

 

તીર્થકર પ્રભુ મહાવીરની રત્ન કુક્ષિણી ત્રિશલા માતાને આવેલ ચૌદ મહા સ્વપ્નાઓનું મહાત્મય જાણીયે….

(૧) હાથી : હે માતા… આપનો પુત્ર જગતમાં હાથીને જેમ નિભેય થઇને વિચરશે.

(૨) ઋષભ : આવનાર વીર પુત્ર તેના જ્ઞાન અને ચારિત્ર બળથી વિષય – કષાયરૂપી કાદવ – કીચડમાં સંસારમાં ફસાયેલા અનેક જીવોને બહાર કાઢશે.

(૩) સિંહ : આ શુરવીર પુત્ર સિંહની જેમ પરાક્રમી બની શાસનની ધુરા સંભાળશે.નીડર – નિભેય બનીને વિચરશે.

(૪) લક્ષ્મી : હે માતા …આપનો પુત્ર ભૌતિક લક્ષ્મીનો ત્યાગ કરી શાશ્વતી એવી મોક્ષ લક્ષ્મી ને વરશે.

(૫) પુષ્પની બે માળા : આવનાર બાળક મોટો થઇ આગાર અને અણગાર ધમે સમજાવી તીથેની સ્થાપના કરશે.

(૬) ચંદ્ર : હે માતા… આપનો પુત્ર ચંદ્ર સમાન શીતળ તેમજ સૌમ્ય હશે.

(૭) સૂયે : આવનાર બાળક જગતમાંથી મિથ્યાત્વના અંધારા દૂર કરી સૂયે સમાન તેજસ્વી – ઓજસ્વી બનશે.

(૮) ધજા : જેમ મંદિર પર રહેલી ધજાથી દૂરથી ખ્યાલ આવે છે તેમ આપના પુત્રની પણ યશ કીર્તિ દૂર – સુદૂર ફેલાશે.

(૯) કળશ : અમૃતના કળશમાંથી જેમ અમૃતપાન કરાવી શકાય તેમ આપનો લાલ…જિનવાણી રૂપી જ્ઞાનામૃત પીવડાવશે.

(૧૦) પદ્મ સરોવર : શુભ અને પ્રેમનું પ્રતિક છે,આવનાર બાળક જયાં પણ જશે પ્રેમ અને પ્રસન્નતા ફેલાવશે.

(૧૧) ક્ષીર સમુદ્ર : હે માતા…તમારો પુત્ર સમુદ્રની જેમ અનેક જીવાત્માનો આધાર બનશે.

(૧૨) દેવ વિમાન : સદ્ ગતિનું પ્રતિક છે.હે માતા… તમારૂ સંતાન અનેકના સદ્ ગતિનું નિમિત્ત બનશે અને સ્વયં સિદ્ધ ગતિને વરશે.

(૧૩) રત્ન રાશિ : ભૌતિક સમૃદ્ધિને પ્રગટ કરવા માટે જેમ લક્ષ્મીનું મહત્વ છે એવી રીતે આત્મિક ગુણોને પ્રગટ કરવા રત્ન રાશિનું મહત્વ છે.

(૧૪) અગ્નિ : હે…રત્નકુક્ષિણી માતા…જેવી રીતે અગ્નિ પ્રજવલિત થવાથી અંધારું ચાલ્યું જાય છે તેમ આપનો લાડકવાયો કેવળ જ્ઞાન અને કેવળ દશેનને પ્રાપ્ત કરી દુનિયાનો પ્રકાશનો પૂંજ અને તારણહાર બનશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.