આજરોજ જાહેર થયેલ ધો.૧૦ના પરિણામમાં મહાત્મા ગાંધી સ્કુલનાં અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમનાં વિદ્યાર્થીઓએ કારકિર્દીલક્ષી ઝળહળતું પરીણામ પ્રાપ્ત કરેલ છે. ગુજરાતી માધ્યમનાં ગોલ નિસર્ગ ૯૯.૯૬ પીઆર સાથે સમગ્ર બોર્ડમાં ચોથું સ્થાન અને ગધેસરીયા નીલ ૯૯.૯૨ પીઆર સાથે બોર્ડમાં આઠમું સ્થાન પ્રાપ્ત કરેલ છે. શાળાનાં કુલ ૧૩ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવેલ છે. તદઉપરાંત ૨૧થી વધુ વિદ્યાર્થીઓએ ૯૯ થી વધુ પીઆર, ૫૭ થી વધુ વિદ્યાર્થીઓએ ૯૭ થી વધુ પીઆર અને ૮૫થી વધુ વિદ્યાર્થીઓએ ૯૫ થી વધુ પીઆર પરિણામ મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે.

શાળાનું ગુજરાતી માધ્યમનું પરિણામ ૯૭.૬૮ ટકા અને અંગ્રેજી માધ્યમનું પરિણામ ૧૦૦ ટકા આવેલ છે. શાળાનાં ચેરમેન રાજુભાઈ પરીખ તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને તેમની ઝળહળતી સિઘ્ધિ બદલ અભિનંદન પાઠવે છે. ચાલુ વર્ષે ધો.૧૧-૧૨ સાયન્સ અને કોમર્સ માટે સમગ્ર સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ શિક્ષકો શાળા સાથે જોડાયા હોય ધો.૧૧ સાયન્સ અને કોમર્સ માટે ધો.૧૦નાં વિદ્યાર્થીઓને પ્રવેશ આમંત્રણ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.