રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની આલ્ફ્રેડ હાઈસ્કુલ ખાતે ૧૫ કરોડના ખર્ચે મહાત્મા ગાંધી મ્યુઝીયમ બનાવવામાં આવશે. આગામી છ માસમાં મ્યુઝીયમનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે તેમ આજે ‘અબતક’ દૈનિકની શુભેચ્છા મુલાકાતે આવેલા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ અને શાસક પક્ષના નેતા અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું હતું.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશ્ર્વ માટે યુગ પુરુષ છે. આજે વિશ્ર્વને તેઓના વિચારોની આવશ્યકતા છે. શહેરના જયુબેલી ગાર્ડન પાસે આવેલી આલ્ફ્રેડ હાઈસ્કુલના ૪૦ ‚મમાં મહાત્મા ગાંધી મ્યુઝીયમ બનાવવામાં આવશે. આ માટે ‚ા.૧૫ કરોડનો ખર્ચ શે જેમાં રાજય સરકાર દ્વારા ૧૦ કરોડ અને મહાપાલિકા દ્વારા પાંચ કરોડ ભોગવશે. હાઈસ્કુલના નીચેના ભાગે ગાંધીજીના જીવન ચરિત્ર અંગેની વિગતો મુકવામાં આવશે. જયારે પ્રમ માળે તેઓના સિધ્ધાંતોને લગતી બાબતો મુકવામાં આવશે. બાંધકામમાં કોઈ ફેરફાર કરાશે નહીં. લાઈટ,સાઉન્ડની વ્યવસ ઉભી કરવામાં આવશે. હાલ ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. ૨૦મી મેના ટેન્ડર ખુલશે ત્યારબાદ વર્ક ઓર્ડર અપાશે અને ચાર માસમાં તમામ કામ પૂર્ણ કરી આશરે છ માસમાં મહાત્મા ગાંધી મ્યુઝીયમનું લોકાર્પણ કરી દેવામાં આવશે. મ્યુઝીયમમાં સાત અલગ અલગ ભાષાઓમાં લોકો ગાંધીજી અંગે માહિતી મેળવી શકે તેવી પણ વ્યવસ ઉભી કરવામાં આવશે. આ ઉપરાંત મીની ીયેટર, દાંડી યાત્રાનું ડાયોરામા, ગાંધીજીના જીવન કાર્યો અને આદર્શોને વર્ણન કરતું ચિત્ર, કટઆઉટ, મલ્ટીપલ્સ સ્ક્રીન, મૌસન ગ્રાફીકસ એનીમેશન, ફોગમેન્ટેન્ટ રીયાલીટી, સર્કયુલર વિડિયો પ્રોજેકટ, વિશાળ વિડિયો આર્કહોલ, દેશ વિદેશના પર્યટકો માટે ગેજેબોમ, ર્પ્રાના હોલ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે.

મહાત્મા ગાંધી હાઈસ્કુલ બંધ ની કરાઈ વિર્દ્યાીઓનું સ્ળાંતર કરાયું છે

મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ ભારપૂર્વક એ વાતની સ્પષ્ટતા કરી હતી કે, મ્યુઝીયમ બનાવવા માટે મહાત્મા ગાંધી હાઈસ્કુલ બંધ કરવામાં ની આવી પરંતુ વિર્દ્યાીઓનું સ્ળાંતર કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયી આલ્ફ્રેડ હાઈસ્કુલમાં વિર્દ્યાીઓની સંખ્યા સતત ઘટી રહી છે. હાલ હાઈસ્કુલમાં ૧૦૯ વિર્દ્યાીઓ અભ્યાસ કરે છે જેની સામે ૨૨ વ્યક્તિઓનો સ્ટાફ છે. મહાત્મા ગાંધી આજે વિશ્ર્વ માટે યુગપુ‚ષ બની ગયા છે ત્યારે વિશ્ર્વભરના લોકો રાજકોટ તરફ આકર્ષાય તે માટે કરોડોના ખર્ચે મ્યુઝીયમ બનાવવાનો નિર્ણય લેવાયો છે. મહાત્મા ગાંધી હાઈસ્કુલમાં હાલ જે વિર્દ્યાીઓ અભ્યાસ કરે છે તેને માત્ર ૪૦૦ મીટર દૂર કરણસિંહજી હાઈસ્કુલમાં સ્ળાંતર કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.