પદયાત્રા દિવસ ઉજવણી નિમિતે રૂટ પરના તમામ ગામોમાં વિવિધ કાર્યક્રમોની હારમાળા સર્જાય: લોકોમાં અદમ્ય ઉત્સાહ

સદીના મહામાનવ રાષ્ટ્રપિતા મહાત્મા પૂ.ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ વર્ષ ઉજવણી નિમિત્તે ૨૦૧૯ જાન્યૂઆરી થી સમગ્ર દેશમાં સરકાર અને જુદાજુદા વિવિધ સ્વૈચ્છીક સંગઠનો તથા સંસ્થાઓ ગાંધી મૂલ્યોને ઉજાગર કરવા કાર્યક્રમો યોજી રહ્યા છે. કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવિયા દ્વારા ગત વર્ષ ૨૦૧૯ જાન્યુઆરીમાં તા.૧૬ થી ૨૨ સુધી ૧૫૦ કિલો મીટરની પદયાત્રા ભાવનગર જિલ્લાના ગામોમાં યોજાઈ હતી. તેમાં પદયાત્રા રૂટના પ્રત્યક્ષ અને પરોક્ષ કુલ ૧૫૦ ગામોના લોકો જોડાયેલ.  ગાંધી મૂલ્યોને લોક માનસમાં ફરી ગુંજતા કરવા વિવિધ કાર્યક્રમો કરાયાં અને સમગ્ર રીતે ગાંધીમય વાતાવરણ ઉભું કરાયું હતું. જે યાદગાર બની રહ્યું.ત્યારે હવે આ પદયાત્રાને એક વર્ષ પૂર્ણ થયું છે. તે સમયે પ્રથમ વર્ષગાંઠ નિમિતે ’પદયાત્રા દિવસ’ તરીકે ઉજવવા લોકોમાં સ્વયંભૂ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.

ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોચેલા કેન્દ્રિય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ પદયાત્રા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલા કાર્યક્રમો અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પૂજ્ય મહાત્મા ગાંધીજીના ૧૫૦મા જન્મજયંતી વર્ષની ઉજવણીના ભાગ રૂપે સમગ્ર દેશમાં સરકાર અને લોકો દ્વારા સ્વયંભૂ રીતે વિવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે, ત્યારે ગત વર્ષની પદયાત્રાને એક વર્ષ પૂર્ણ થતા ભાવનગરના લોકોનો પણ ઉત્સાહ બેવડાય રહ્યો છે ત્યારે એજ પદયાત્રા રૂટ પર વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આજે સવાર થી સાંજ સુધી અનેક ગામોમાં અલગ અલગ કાર્યક્રમો રખાયા છે. જે  આ પદયાત્રા દિવસને યાદગાર બનાવશે, મંત્રી માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજી માત્ર એક નામ નથી પરંતુ ઉર્જાનો એક અવિરત સ્ત્રોત છે. જે જનમાનસ સુધી પહોચી રહ્યો છે. અને લોકો સ્વયંભૂ રીતે ગાંધી મૂલ્યોને અને ગાંધી વિચારોને અપનાવતા થયા છે. એટલે આ કાર્યક્રમનો ઉત્સાહ કંઈક અલગ છે.

Victoria Gardence

પદયાત્રા રૂટ પર ના તમામ ગામોની શાળાઓમાં પદયાત્રા ડોક્યુમેન્ટ્રી ફિલ્મ દર્શાવવી અને અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન કરાયું હતું, તો બીજી બાજુ આજે આખો દિવસ અનેક ગામોમાં લોકોએ અને વિવિધ સંસ્થાઓએ સ્વચ્છાતા અભિયાન અને સુશોભન કાર્ય હાથ ધર્યા હતા. આજે સવારે ૮ : ૩૦ કલાકે ગ્રામદક્ષિણામૂર્તિ- મણાર ખાતે થી પદયાત્રા રૂટની મુલાકાત કાર્યક્રમ શરૂ થઈ હતી. આ દરમિયાન વિવિધ ગામમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને વિવિધ આગેવાનો તથા પદયાત્રીઓ પદયાત્રાના સ્મરણો વાગોળશે તેમજ બુનિયાદી શિક્ષણ, ગ્રામ્ય જીવન અને સામજિક તથા અન્ય બાબતો પર પદયાત્રાના પડેલા પ્રભાવ અંગે ગોષ્ટી થશે.તેમજ ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં ગાંધીકૂચ માર્ગનું નામાકરણ, સભા સંબોધન, અન્નપુર્ણા રસોઈઘરનું ઉદ્દઘાટન, સભાખંડ તથા સાયન્સ લેબ જેવા વિવિધ કામોના લોકાર્પણ અને ખાત મુહુર્ત કાર્યક્રમો યોજાશે અને સાંજે ૭ : ૦૦ વાગ્યે લોકભારતી  સણોસરા ખાતે પૂર્ણાહુતિ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.