મહાત્મા ગાંધી દર્શન ટુરિસ્ટ ટ્રેનને મુખ્યમંત્રી રૂપાણીની લીલીઝંડી
ગુજરાતી રૂપાણી સરકાર દ્વારા તેમના કાર્યકાળમાં વધુને વધુ સરાહનીય કામગીરી થઇ રહી છે. તાજેતરમાં જ પ્રથમ વર્ષના વિઘાર્થીઓને ૧૦૦૦ ની કિંમતના લેપટોપ આપવાની જાહેરાત બાદ આજે મુખ્યમંત્રીએ ‚રૂ ૮૦૦૦ ભાડુ લઇ ૧૦ દિવસ ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ દર્શન કરાવતી મહાત્મા ગાંધી દર્શન ટુરિસ્ટ ટ્રેનને લીલીઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. આ ટ્રેન આસ્થા સ્પેશિયલ ટ્રેન નામથી પણ ઓળખાય છે.
આજે વહેલી સવારથી જ રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા મુખ્યમંત્રીના હસ્તે આસ્થા સ્પેશ્યિલ ટે્રનનો મહાત્મા ગાંધી દર્શન ટુરિસ્ટ ટ્રેન તરીકે લીલીઝંડી અપાવવા માટે તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી હતી. ત્યારે આજે સવારે મુખ્યમંત્રી સમયસર પહોંચી ગયા હતા અને સત્તાવાર રીતે લીલીઝંડી આપીને ટ્રેનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
આ તકે મુખ્યમંત્રીએ ગુજરાતી જનતાને યાત્રાનો લાભ મળે તે માટે ૧૦ દિવસ પ્રવાસ ખેડીને ઐતિહાસિક સ્થળોના દર્શન કરાવવા માટે સાબરમતી ટ્રુરિસ્ટ ટ્રેનને લીલીઝંડી આપી પ્રારંભ કરાવ્યા બાદ જનતાએ તેમની આ કામગીરીને વધાવી હતી. તેમજ આ તકે ઉ૫સ્થિત મિડીયાના મિત્રો સમક્ષ તેમણે ગુજરાતની જનતા વતી વિડિયો કોન્ફરેન્સથી જોડાયેલા સુરેશ પ્રભુનો આ ટ્રેન મંજુરી માટે આભાર માન્યો હતો. તેમજ આ તકે તેમણે એક નિવેદનમાં પ્રધાનમંત્રી મોદી ર૯મીએ ગુજરાત આવશે ત્યારે ગાંધી આશ્રમ ખાતે પણ આવશે.
ગાંધી આશ્રમને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા શતાબ્દિ મહોત્સવની ઉજવણીના કાર્યક્રમમાં ઉ૫સ્થિત રહેશે.ગુજરાતની જનતા હમેશા ઐતિહાસિક સ્થળોના પ્રવાસ ખેડવા માટે અગ્રેસર હોય છે. ત્યારે સાબરમતીથી આજે મુખ્યમંત્રી દ્વારા ઐતિહાસિક સ્થળોના પ્રવાસ માટેની ખાસ ટ્રેન ખુલ્લી મુકાતા જનતામાં ખુશી પ્રસરી હતી.