રાશન કિટ, માસ્કનું વિતરણ તેમજ ૧પ૦ વિદ્યાર્થીઓએ રકતદાન કર્યુ

મહાત્મા ગાંધી ચેરીટેબલ  ટ્રસ્ટ દ્વારા રાજકોટ શહેર તેમજ સમગ્ર સૌરાષ્ટ્રનાં શિક્ષણ ક્ષેત્રે છેલ્લા ૧પ વર્ષથી અવિરતપણ શિક્ષણના વિકાસ સાથે માનવ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આરોગ્લલક્ષી કેમ્પ, મોરબી જળ હોનારત રાહત કાર્ય, કચ્છ ભૂકંપ રાહતકાર્ય, રકતદાન શિબિરો, રકતપિત્ત મુકત દર્દીઓનાં પુન:વસન સહમાય, અપંગ વ્યકિતઓને સાધન સહાય, અનાથાશ્રમો, વૃઘ્ધાશ્રમોને સહાય જેવી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ વર્ષે  કોરોના વિઘાર્થીઓએ વિવિધ ક્ષેત્રે સેવાકીય પ્રવૃતિઓ કરેલ છે.

જેમાં સંસ્થાના જરૂરિયાતમંદ વિઘાર્થીઓનાં પરિવારને તથા શાળા-કોલેજના કર્મચારીઓને રાશન કીટનું વિતરણ કરવામાં આવેલ., લોકડાઉન દરમ્યાન કોલેજના પી.ટી.આઇ. ડો. હાસમભાઇ ભાલીયા તથા ડો. રાબા સાહેબના માર્ગદર્શન હેઠળ જે.જે. કુંડલીયા કોમર્સ કોલેજ તેમજ જે.જે. કુંડલીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનાં ૧પ૦ વિઘાર્થીઓ દ્વારા રકતદાન કરવામાં આવેલ જે.જે.કુંડલીયા કોલેજ તેમજ જે.જે. કુંડલીયા આર્ટસ એન્ડ  કોમર્સ કોલેજના વિઘાર્થી મિત્રો દ્વારા પોલીસ કમિશ્નરની કચેરી તથા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અન્નપૂર્ણા સેવા રથમાં સેવાકીય પ્રવૃતિઓમાં મદદરુપ થયેલ. સંસ્થાના ચોથા વર્ગના કર્મચારીઓ રાજેશ્રીબેન પરમાર તથા કમળાબેન પરમાર દ્વારા ઘેર બેઠા ખાદીનાં માસ્ક તૈયાર કરીને વિતરણ કાર્ય કરવામાં આવેલ.

આ તમામ પ્રવૃતિઓમાં સંસ્થાના સ્ટાફ પરિવાર, સરદાર પટેલ સ્મારક ટ્રસ્ટ, લાલબહાદુર શાસ્ત્રી કેળવણી મંડળ, ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ, મહાલક્ષ્મી ફાઉન્ડેશન, ઇન્ટર બ્રધર હુડ સંસ્થાઓ દ્વારા આર્થિક સહયોગ સાપડેલ, તમામ વિદ્યાર્થી તથા સ્ટાફને ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઇ જોષી તથા ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદીએ શુભેચ્છાસહ અભિનંદન પાઠવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.