ઈન્ટરનેટ અને યુવાનો, પહેલું સુખ તે જાતે નર્યા, વાંચતા રહેશો રાજ જેવા નાટકો વિદ્યાર્થીઓએ રજુ કર્યા
મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત મેરા ટેલેન્ટ મેરી પહેચાન અંતર્ગત તા.૧૮/૧૨ થી ૨૧/૧૨ સુધી જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન બાલભવન ખાતે કરવામા આવેલ છે. જેમાં ગઈ કાલે નાટય સ્પર્ધાઓનું આયોજન કરાયું છે. જેમાં સવારના સમયે પ્રાથમિક વિભાગ અને બપોર પછીના સમયે માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક અને કોલેજ વિભાગના વિદ્યાર્થીઓએ નાટકો રજુ કર્યા હતા. આ નાટકોના વિષયો ઈન્ટરનેટ અને યુવાનો, પહેલું સુખ તે જાતે નર્યા, વાચતા રહેજો રાજ, ભારતના સ્વાતંત્ર્યનો ઈતિહાસ રાખવામાં આવેલ હતા. આ સ્પર્ધામા પ્રાથમિક વિભાગમાં પ્રથમ લાલબહાદુર શાસ્ત્રી અંગ્રેજી માધ્યમિક દ્રિતીય-સદગુ પ્રાથમિક વિદ્યાલય તુતીય લાલબહાદુર શાસ્ત્રી પ્રાથમિક વિદ્યાલય તેમજ શ્રેષ્ઠ અભિનય તરીકે બીસ્ટ પ્રિયાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કયુર્ં હતું. માધ્યમિક વિભાગ તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ-માતૃમંદિર અંગ્રેજી માધ્યમસ્કૂલ દ્વિતિય રમેશભાઈ છાયા બોયઝ વિદ્યાલય તુતીય કસ્તુરબા હાઈસ્કુલ તેમજ તમામ સ્પર્ધકોમાં માંથી શ્રેષ્ઠ અભિનયમાં ડેલા સમીરાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
કોલેજ વિભાગમાં પ્રથમ-જે.જે.કુંડલિયા કોમર્સ કોલેજ દ્વિતીય એમ.જે. કુંડલીયા કોલેજ તુતીય જે.જે કુંડલીયા આર્ટસ કોલેજ તેમજ તમામ સ્પર્ધાકોમાંથી શ્રેષ્ઠ અભિનયમાં ધેડિયા નિધિએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. નાટય સ્પર્ધાનું પ્રાથમિક વિભાગનું સંચાલન ભરતસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ લાલબહાદુર શાસ્ત્રી ક્ધયા વિદ્યાલય દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને કોલેજ વિભાગની સ્પર્ધાનું સંચાલન વિનોેદભાઈ ગજેરા અને સ્વાતિબેન પંડયાના માર્ગદર્શન હેઠળ લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય અને રમેશભાઈ છાયા બોયઝ વિદ્યાલય દ્વારા કરવામાં આવ્યું હતું. નાટય સ્પર્ધાના નિર્ણયાક તરીકે ભરતભાઈ ત્રિવેદી, હીતેશભાઈ સિનરોજી તેમજ રેણુબેન યાજ્ઞિકે સેવા આપેલ હતી.આ સમગ્ર કાર્યકરમાં મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટ મનસુખભાઈ જોષી, ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી તેમજ ભગિની સંસ્થાના આચાર્યઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધામાં ભાગ લેનાર તેમજ નંબર મેળવનાર સ્પર્ધકોને મનસુખભાઈ જોષી અને ડો. અલ્પનાબેન ત્રિવેદી અભિનંદન પાઠવ્યા હતા.