દિવડા શણગાર, દિવાળી કાર્ડ અને રંગોળી સ્પધામાં ૮ સ્કુલના ૩૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો: શિક્ષકો, વિદ્યાર્થીઓએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી
દિવાળીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે દિવડા, દિવાળી કાર્ડ અને રંગોળીની જેવી સ્પર્ધાઓ સ્કુલો દ્વારા યોજાય છે. આવી જ એક સ્પર્ધા લાલબહાદુર શાસ્ત્રી ક્ધયા વિઘાલય ખાતે યોજાઇ જેમાં મોટી સંખ્યામાં વિઘાર્થીઓએ ભાગ લીધો અને પોતે બનાવેલા દિવડા, દિવાળી કાર્ડ શુભેચ્છા સ્વરુપે અધિકારી પદાધિકારીઓને આપ્યા આ તકે સ્પર્ધામાં ભાગ લેનાર બાળકો તેમજ શિક્ષક ગણ, આયોજકોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી.
મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ આયોજીત દિવડા શણગાર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, દિવાળી કાડ સ્૫ર્ધાનું આયોજન લાલબહાદુર શાસ્ત્રી ક્ધયા વિઘાલય સદર બજાર, રાજકોટ ડો. રાધાકષ્ણ માર્ગ પર કરાયું હતું. જેમાં ટ્રસ્ટની જુદી જુદી ૯ માઘ્યમિક ઉચ્ચતર માઘ્યમિક શાળાઓ અને ૮ પ્રાથમીક શાળાઓના કુલ ૩૦૦ વિઘાર્થીઓએ ભાગ લીધેલ હતો. તેમાં લાલબહાદુર શાસ્ત્રી ક્ધયા પ્રાથમીક શાળા (ગુજરાતી માઘ્યમ), લાલબહાદુર શાસ્ત્રી પ્રાથમીક શાળા (અંગ્રેજી માઘ્યમ) સદગુરુ પ્રાથમીક શાળા, સદગુરુ બાલમંદિર, કસ્તુરબા પ્રાથમીક શાળા જગદગુરુ પ્રાથમીક શાળા સરદાર વલ્લભભાઇ પટેલ પ્રાથમીક શાળા, રાધાબાઇ અકબરી પ્રાથમીક શળા લાલબહાદુર શાસ્ત્રી બોયઝ હાઇસ્કુલ, લાલબહાદુર શાસ્ત્રી વિઘાલય, માતૃમંદીર ઇગ્લીશ મીડીયમ હાઇસ્કુલ, માં આનંદમયી ક્ધયા વિઘાલય, કસ્તુરબા હાઇસ્કુલ,જગદગુરુ હાઇસ્કુલ, રમેશભાઇ એમ છાયા બોયઝ હાઇસ્કુલ, રમેશ છાયા બોયઝ એમ છાયા ક્ધયા વિઘાલય સરદાર વલ્લભભાઇ પટેલ હાઇસ્કુલના વિઘાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.
આ તમામ સ્પર્ધાઓમાં વિઘાર્થીઓએ રંગોળી ની સ્વચ્છ ભારત, ૧પ૦મી ગાંધીજીની જન્મ જયંતિ, ૧રપમી વિવેકાનંદની જન્મ જયંતિ ની થીમ પર અવનવી ભાતદ્રારા, દિવાળી કાર્ડના નવા નવા શુભેચ્છા સંદેશ દ્વારા તેમજ હોમ મેઇડ દીવડા અલંકાર કરીને પોતાની સુસુપ્તશકિતઓની
પ્રેરણાને ઉજાગર કરી હતી. કાર્યક્રમના અંતે રાજકોટના શ્રેષ્ઠ પદાધિકારીઓને દિવાળીના શુભકામના પાઠવવા માટે દીવાલીકાર્ડ અને દીવડાના પ્રતિક સ્વરુપે અપાયા જેમાં બે શિક્ષકો અને ર૦ વિઘાર્થીઓની ટીમે રાજકોટ જીલ્લાના મ્યુનિ. કમિશ્નર ઉદીત અગ્રવાલના કાર્યાલયની મુલાકાત લીધી હતી અને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.
આ સમગ્ર કાર્યક્રમ મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સફળ રીતે ઉજવાયો હતો. જેના મેનીજીંગ ટ્રસ્ટી મનસુખભાઇ જોષીએ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.