જીવનમાં ગુરુનું મહત્વ વિષય પર યોજાયેલ વકૃત્વ સ્પર્ધામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો: વિજેતા છાત્રોને કરાયા સન્માનીત
મહાત્માગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત વિવિધ પ્રાથમિક માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ગૂરુપૂર્ણિમાં નિમિતે જીવનમાં ગૂરુનું મહત્વ વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જેમાં સંસ્થાના ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી તથા ટ્રસ્ટ સંચાલીત વિવિધ શાળાઓનાં આચાર્યએ હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલ સ્પર્ધાનાં નિર્ણાયક તરીકે જયોતિબેન બુધ્ધદેવ તથા જીજ્ઞાબેન દવેએ સેવા આપેલ હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન લાલબહાદૂર શાસ્ત્રી વિદ્યાલયના આચાર્ય પ્રજ્ઞેશભાઈ કુબાવત તથા સ્ટાફ પરિવારે કરેલ.
આ સ્પર્ધાનાં વિજેતા વિદ્યાર્થીઓમાં પ્રાથમિક વિભાગમાં સોરઠીયા સુલેમાન શ્રી સદગૂરુ પ્રાથમિક શાળા, ચૌહાણ પૃથ્વી જગદગૂરુ પ્રાથમિક વિદ્યાલય, ભકતાણી અક્ષત શ્રી લાલબહાદૂર શાસ્ત્રી પ્રાઈમરી સ્કુલ, માધ્યમિક વિભાગમાં વાઘેલા નીકીતા, રમેશભાઈ એમ. છાયા ક્ધયા વિદ્યાલય વર્મા અંકિતા માતૃમંદિર માધ્યમિક શાળા, ગોસ્વામી માનસી કસ્તુરબા વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગોસ્વામી ખુશ્બુ રમેશભાઈ એમ. છાયા કન્યા વિદ્યાલય ઝાલા જયદીપ રમેશભાઈ એમ. છાયા બોયઝ વિદ્યાલય , ભટ્ટ ડોલી એન. માતૃમંદિર ઉચ્ચતર માધ્યમિક શાળા નો સમાવેશ થાય છે.