- અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા મહાદેવ શિવ છે. અને તમામ શક્તિના અધિષ્ઠાત્રા મહાદેવ છે. આથી મહાશિવરાત્રીએ શિવપુજન આયુષ્યની સાથે કલ્યાણ અને ઐહિક સુખ પણ આપે છે.
Mahashivratri 2024 : વર્ષ ૨૦૨૪માં મહાશિવરાત્રી નું પવિત્ર પર્વ ૮ માર્ચ ૨૦૨૪ ના રોજ આવી રહ્યું છે. ૨૦૨૪ શનિનું વર્ષ હોઈ આ વર્ષે શિવરાત્રી પર ક્રૂર ગ્રહોની અસર દૂર કરવા વિશેષ પૂજા કરવી જોઈએ. માઘ મહિનાની કૃષ્ણ પક્ષ ચતુર્દશી તિથિ ૦૮ માર્ચ, ૨૦૨૪ ના રોજ રાત્રે ૦૯:૫૭ વાગ્યે શરૂ થશે અને ૦૯ માર્ચ, ૨૦૨૪ ના રોજ સાંજે ૦૬:૧૭ વાગ્યે સમાપ્ત થશે.નિશિથકાળ રાત્રે ૧૨.૨૬ થી ૧.૧૪ સુધી રહેશે.મહાશિવરાત્રી પર્વ પર પૃથ્વી પરના તમામ શિવલીંગોમાં રૂદ્રનો અંશ હોય છે. અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા મહાદેવ શિવ છે. અને તમામ શક્તિના અધિષ્ઠાત્રા મહાદેવ છે. આથી મહાશિવરાત્રીએ શિવપુજન આયુષ્યની સાથે કલ્યાણ અને ઐહિક સુખ પણ આપે છે.
મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન રાત્રે થયા હતા. આ દિવસે ભગવાન શિવ પ્રથમ વખત પ્રગટ થયા હતા. આ દિવસે ૬૪ અલગ-અલગ સ્થળોએ શિવલિંગ પ્રગટ થયા હતા. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. અલગ અલગ રાશિના મિત્રો મહાશિવરાત્રી પર ક્યાં દ્રવ્યથી અભિષેક કરી શકે તે અત્રે જાણવું છું:
મેષ (અ,લ,ઈ)
લાલ રંગના ફૂલ ધરી મધ અને શુદ્ધ જળથી અભિષેક કરવો અને શિવજીને ગોળ અને ઘઉં ધરવા .
વૃષભ (બ,વ,ઉ)
શેરડીના રસ થી અભિષેક કરવો સફેદ પુષ્પ ચડાવવા અને સાકાર અને કાજુ ધરવા.
મિથુન (ક,છ,ઘ)
પંચામૃતથી અભિષેક કરવો, મગ ધરવા અને દુર્વા તથા બીલીપત્ર ચડાવવા.
કર્ક (ડ,હ)
ગાયના દૂધથી અભિષેક કરવો, સફેદ ફૂલ ચડાવવા અને ચોખા ધરવા.
સિંહ (મ,ટ)
તાજા ફળ ફલાદિ ધરવા રાતા પુષ્પો ધરવા અને વિવિધ ફળના રસથી અને પંચામૃત થી અભિષેક કરવો.
કન્યા (પ ,ઠ ,ણ )
પંચામૃતથી અભિષેક કરવો, મગ ધરવા અને દુર્વા તથા બીલીપત્ર ચડાવવા.
તુલા (ર,ત)
શેરડીના રસ થી અભિષેક કરવો સફેદ પુષ્પ ચડાવવા અને સાકાર અને કાજુ ધરવા.
વૃશ્ચિક (ન ,ય )
લાલ રંગના ફૂલ ધરી મધ અને શુદ્ધ જળથી અભિષેક કરવો અને શિવજીને ગોળ અને ઘઉં ધરવા.
ધન (ધ ,ભ ,ફ ,ઢ )
પીળા ફૂલ ધરવા, ગંગાજળ અને પંચામૃતથી અભિષેક કરવો અને ચણા દાળ ધરવી.
મકર (ખ ,જ )
કાળા તલ યુક્ત પાણી,પવિત્ર નદીના જળ થી અભિષેક કરવો, ઘેરા રંગના પુષ્પો ધરવા અને કાળા તલ અને અડદ ધરવા.
કુંભ (ગ ,સ,શ )
કાળા તલ યુક્ત પાણી,પવિત્ર નદીના જળ થી અભિષેક કરવો, ઘેરા રંગના પુષ્પો ધરવા અને કાળા તલ અને અડદ ધરવા.
મીન (દ ,ચ ,ઝ ,થ)
પીળા ફૂલ ધરવા, ગંગાજળ અને પંચામૃતથી અભિષેક કરવો અને ચણા દાળ ધરવી.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨