મુખ્ય રથમાં ૧૨ ફૂટના બરફના શિવલીંગ આકર્ષણનું કેન્દ્ર બનશે; ધર્મપ્રેમીઓ ‘અબતક’ના આંગણે
આગામી તા. ૨૧. ૨. ૨૦૨૦ને શુક્રવારના રોજ મહાશિવરાત્રીનાં પવિત્ર દિવસે સમસ્ત દશનાથ ગોસ્વામી સમાજ રાજકોટ દ્વારા આ શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજકોટના સમસ્ત સમાજ તથા સમસ્ત નાની મોટી સંસ્થાને પધારવા અનુરોધ કરાયો છે. આ શિવ શોભાયાત્રામાં ધ્વજારોહણ, રૂદ્રભિષેક, રૂટ ઉપર ધ્વજા પ્રચાર, પ્રસાદબેનર વિગેરેનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. શિવ શોભાયાત્રાનું તા.૨૧.૨.૨૦૨૦ને શુક્રવારના રોજ બપોરે ૨ વાગ્યે ૧૧ દિકરીઓ તથા સંતો મહંતો તથા વિશ્ર્વેશ્ર્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી તથા દશનામ ગોસ્વામી સમાજના અગ્રણીનાં હસ્તે શિવ શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે.
જેમાં વિવિધ પ્રકારનાં ફલોટ, સંતો મહંતો માટે રથ વિવિધ પ્રકારના ફોર વ્હીલ તથા ટુ વ્હીલર તથા ડીજેના સથવારે વિશ્ર્વેશ્ર્વર મહાદેવ મંદિરેથી મવડી ફાયર બ્રીગેડ, બેક બોન ચોક, રાજનગર ચોક, કોટેચા ચોક, નિર્મલા રોડ, હનુમાન મઢી ચોક રૈયા રોડ, રૈયા ચોકડી થઈને રૈયા ગામ દશનામ ગોસ્વામી સમાજનું સમાધી સ્થાને સાંજે ૭.૩૦ વાગ્યે મહાઆરતી, મહાપ્રસાદ બાદ સમાપન કરવામા આવશે. શિવશોભાયાત્રામાં મુખ્યરથમાં ૧૨ ફૂટની બરફની શિવલીંગમુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. શોભાયાત્રાને સફળ બનાવવા ધર્મપ્રેમીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.