રાશી પ્રમાણે કરવામાં આવતી પૂજા ફળદાયી

ચાર પ્રહરની પૂજા

પહેલા પ્રહરની પૂજા મહાદેવજી ઉપર જલધારા કરી ચંદન, ચોખા, કમળ, કરેણના પૂષ્પ વડે પૂજાકરવી નેવૈધમાં પકવાન ધરાવો, બીજા પ્રહરની પૂજામાં મહાદેવજીને જળ ચડાવી બીલીપત્ર તથા શ્રીફળ અર્પણ કરવું,ત્રીજા પ્રહરની પૂજામાં મહાદેવજીને દૂધ તથા જળ ચડાવી ઘઉ તથા આકડાના પુષ્પો અર્પણક રવા તથા માલપુવાનું નૈવેધ તથા બીલીપત્ર અર્પણ કરવા, ચોખા પ્રહરની પૂજામાં દુધ તથા જળ ચડાવ્યા પછી અડદ,મગ, સાતધાન્ય ચડાવવા તથા બીલીપત્ર ચડાવવા દુધની મીઠાઈનું નૈવેધ અર્પણ કરવું. શિવપુજામાં ત્રણેય ભગવાનની પુજા આવી જાય છે.

શિવલિંગના મૂળમાં બ્રહ્માજી મધ્યમા વિષ્ણુ અને ઉપર સ્વયં શિવજી છે આમ શિવલિયગની પુજા કરવાથી બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય દેવતાની પુજા કરવાનું ફળ મળે છે.

અલગ અલગ દવ્યથી પુજા કરવાથી મળતું ફળ:

સંતાન પ્રાપ્તી માટે ચોખાથી ધનની પ્રાપ્તી માટે બીલીપત્ર થી આયુષ્ય માટે દુર્વાથી, રાજયોગની પ્રાપ્તી માટે ઘીથી સર્વ મનોકામના સિધ્ધિ માટે તા નવગ્રહ શાંતી માટે કાળા તલથી,સુખી દામ્પત્ય જીવન માટે સાકરના પાણીથી, ડાયાબીટીસ જેવી બીમારી દૂર કરવા ઓછી કરવા માટે શેરડીના રસથી

શિવરાત્રીએ રાશી પ્રમાણે શિવજીની પૂજા

મેષરાશી (અ.લ.ઈ.): શેરડીના રસથી તથા સુખડીનું નૈવેધ ધરાવું

વૃષભ રાશી (બ,વ,ઉ): સાકરવાલા પાણીથી તથા પેંડાનું નૈવેદ્ય ધરાવું.

મિથુનરાશી (ક,છ,ઘ,) કાળા તલથી તથા દુધથી સકરીયાનો શીરો ધરાવો.

કર્ક રાશી (ડ,હ): દુધથી તથા સાકરવાળા પાણીથી નૈવેદ્યમાં રાજગરાનો શીરો ધરાવો.

સિંહ રાશી (મ,ટ): ઘી તથા ચણાની દાળથી બનેલી વસ્તુનું નેવૈદ્ય ધરાવું.

ક્ધયા રાશી (પ,ઠ,ણ); મધથી તથા દૂધથી નૈવેદ્યમાં દુધપાક ધરાવો.

તુલારાશી (ર,ત,) શેરડીના રસથી તથા દુધની મીઠાઈ ધરાવી.

વૃશ્ર્વિક રાશી (ન,ય) બીલીપત્ર તથા દુધથી નૈવેદ્યમા તલની વસ્તુનું નૈવેદ્ય ધરાવું

ધનરાશી (ભ,ફ,ધ): શેરડીનો રસ તથા સાકરવાળુ પાણી નૈવેદ્યમાં અડદીયા ધરાવા

મકરરાશી (ખ,જ,) કાળાતલથી અભિષેક કરવો ચુરમાના લાડવા ધરાવા.

કુંભરાશી (ગ,શ,સ): કાળા તલ સાકરવાળુ જળ તથા મધથી અભિષેક કરવો અડદીયા ધરાવા

મીન રાશી (દ,ચ,ઝ,થ): ઘી તથા દુવાથી તથા દુધથી અભીષેક કરવો નૈવેદ્યમાં પીળી મીઠાય અર્પણ કરવી.

શિવરાત્રીની પૂજા મધ્યરાત્રીના પણ ઉત્તમ ગણાય છે. નિશિથ કાળ રાત્રે 12.36 થી 1.24

ચાર પ્રહરની પૂજા

પ્રથમ પ્રહર સાંજે 6.49થી 9.54

બીજો પ્રહર રાત્રે 9.54થી 12.58

ત્રીજો પ્રહર રાત્રે 12.58 થી 4.03

ચોથો પ્રહર રાત્રે 4.03 થી 7.08

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.