બમ…બમ…ભોલે…

ગિરનાર વન્યપ્રાણી અભયારણ્ય વિસ્તારમાં  કોઇપણ વ્યકિત પરવાનગી વગર પ્રવેશી શકશે નહીં

જૂનાગઢના ભવનાથ ખાતે આગામી તા.૧૭ થી તા.૨૧/૨/૨૦૨૦ સુધી મહાશિવરાત્રી મેળો યોજાશે. આ મેળામાં હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવવા સંભવ છે. અને આ મેળાના  જમીન ફરતે ગિરનાર વન્યપ્રાણી અભયારણ્ય નો વિસ્તાર આવેલ છે,  જેમાં વન્યપ્રાણી અને પર્યાવરણના હિતોની જાળવણી તથા નિયમન કરવાની જરૂરીયાત હોવાથી, જાહેર જનતા, તથા સબંધિત સરકારી અધિકારીઓ તથા અન્ય આયોજકોને કાળજી લેવા  જૂનાગઢ વન વિભાગ ધ્વારા જણાવાયુ છે.

વન વિભાગ દ્વારા ગિરનાર વન્યપ્રાણી અભયારણ્ય નો વિસ્તાર  કે તેમાં રહેતા વન્ય જીવોને નુકશાન કરી શકશે નહીં. આ વિસ્તારમાં કોઇપણ ઇસમ પરવાનગી વગર પ્રવેશ કરી શકશે નહીં અને ફાયર આર્મ્સ, બંદુક વિગેરે તથા કુહાડા, તલવાર, ધારીયા જેવા ધાતક હથિયાર લઇ જઇ શકશે નહીં. આ વિસ્તારમાં વ્યવસાયીક ધંધાના કે જાહેરાતના હેતું માટે છાવણી, તંબુ, રેકડી કે સ્ટોલ રાખી શકશે નહીં. વન્યપ્રાણીઓને ખલેલ કરે તેવી કોઇ વધારે પ્રકાશવાળી યંત્ર સામગ્રી વધુ ઘોંઘાટ થાય તેવા ટેપ, રેડીયો, લાઉડ સ્પીકર, ટી.વી. વિગેરેનો ઉપયોગ કરી શકશે નહીં તેમ જણાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત વત”ગિરનાર વન્યપ્રાણી અભયારણ્ય વિસ્તારમાં  સિંહોનો વસવાટ હોય તથા મહા શિવરાત્રી મેળા વિસ્તારની આજુબાજુમાં સિંહોની અવર જવર રહેતી હોય કોઇપણ વ્યક્તિઓએ આ વિસ્તારમાં સિંહોને છંછેડવા નહીં તથા તેને નુકશાન થાય તેવી કોઇપણ પ્રકારની પ્રવૃતિ કરવી નહીં. તથા કોઇપણ વન્યપ્રાણીનો શિકાર, નુકશાન કે છંછેડવા નહીં. અને વન્ય પ્રાણીઓ દ્વારા વન વિસ્તારમાં ઇજા કરશે તો તે અંગેની વન વિભાગની કોઇ જવાબદારી રહેશે નહીં તેમ જણાવી દેવામાં આવ્યું છે.

સાથોસાથ મેળા દરમિયાન વન્ય પ્રાણીની રંજાડના બનાવ સબબની જાણ વન વિભાગની રાવટી ઉપર અથવા આ વિભાગના મદદનીશ વન સંરક્ષક, મોબાઇલ સ્કવોર્ડ, જૂનાગઢના ફોન નંબર: (૦૨૮૫)-૨૬૩૧૧૮૨ તથા મોબાઇલ નંબર:- ૯૪૨૬૪ ૩૮૨૪૩ અથવા રેન્જ ફોરેસ્ટ ઓફીસર, ડુંગર(દક્ષિણ) રેન્જ, જૂનાગઢની કચેરીના ફોન નંબર (૦૨૮૫) ૨૬૩૩૭૧૧ તથા ઇગલ વાયરલેસ ક્ધટ્રોલ રૂમ સરદારબાગ ફોન ન. (૦૨૮૫) ૨૬૩૩૭૦૦ તથા ભવનાથ કંટ્રોલ રૂમ ઉપર સત્વરે સંપર્ક કરવા જૂનાગઢ વન વિભાગના નાયબ વનસંરક્ષકની એક યાદીમાં જણાવાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.