28 મેના રોજ રમાશે ફાઇનલ મેચ : આઇપીએલ 16મી સિઝનનો પ્રથમ મેચ અમદાવાદ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન વચ્ચે રમાશે

ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝન 31 માર્ચથી શરૂ થવા જઈ રાહીચે. ત્યારે બીસીસીઆઈ દ્વારા આઇપીએલ 2023ની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. બીસીસીઆઈ ટૂર્નામેન્ટની 16મી સીઝનનું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. આ શેડ્યૂલ મુજબ સીઝનની પહેલી મેચ 31 માર્ચે ડિફેડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન અને 4 વખત ચેમ્પિયન રહી ચૂકેલી ચેન્નાઈ સુપ કિંગ્સ વચ્ચે રમાશે.

આ મેચ ગુજરાતના અમદાવાદના સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ અમદાવાદમાં ભારતીય સમય અનુસાર સાંજે 7. 30 કલાકે રમાશે. જ્યારે પહેલી એપ્રિલે બે મેચ રમાશે. પહેલી મેચ કિંગ્સ ઈલેવન પંજાબ અને કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. જ્યારે બીજી મેચ લખનૌ સુપર જાયંટ્સ અને દિલ્લી કેપ્ટિલ વચ્ચે રમાશે.

સનરાઈઝ હૈદરાબાદ 2 એપ્રિલે સીઝનની પહેલી મેચ રાજસ્થાન રોયલ સામે રમશે, ત્યારે આજ દિવસે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન પણ તેમની પ્રથમ મેચ રમશે. મુંબઈ અને બેંગ્લોરની મેચ ચેન્નાઈના ચિન્ના સ્વામી સ્ટેડિયમમાં રમાશે.

આઇપીએલની 16મી સિઝનમાં કુલ 70 મેચ રમાશે, જેમાંથી 18 મેચ ડબલ હેડરના હશે

આઇપીએલ 2023ની 16મી સિઝનની કુલ 70 મેચ રમાશે, જેમાંથી 18 મેચ ડબલ હેડરમાં સામેલ છે એટલે કે, એક દિવસમાં બે મેચ. આ ટૂર્નામેન્ટ હોમ એન્ડ અવે ફોર્મેટમાં રમાશે એટલે કે, દસેય ટીમો સાત મેચ પોતાના હોમ ગ્રાઉન્ડ ખાતે રમશે, જ્યારે બીજી સાત મેચ અન્ય ગ્રાઉન્ડ પર રમાશે. સમગ્ર ટૂર્નામેન્ટને બે ભાગમાં વહેચવામાં આવી છે. ગ્રુપ એમાં મુંબઈ ઈન્ડિયનસ્, રાજસ્થાન રોયલ, કલકત્તા નાઈટ રાઈડર્સ, દિલ્લી કેપિટલ્સ, લખનૌ સુપર જાયન્ટનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રુપ બીમાં ચેનાઈ ,પંજાબ કિંગ્સ, સનરાઈઝ હૈદરાબાદ, રોયલ ચેલેનજર્સ બેંગ્લોર, ગુજરાત ટાઈટન્સનો સમાવેશ થાય છે.

સમગ્ર ટુર્નામેન્ટ દેશના 12 મેદાનમાં રમાશે

આઇપીએલની નવી સીઝનની ફાઈનલ મેચ 28 મે એ રમાશે. 21 મેએ લીગ રાઉન્ડ પુરા થશે. બીસીસીઆઈ તરફથી આ શેડ્યૂલ પાછળથી જાહેર કરવામાં આવશે. સમગ્ર ટૂર્નામેન્ટ 12 મેદાનમાં રમાશે. અમદાવાદ, મોહાલી, લખનૌ, હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્લી, કોલકાતા, જયપુર, મુંબઈ, ગુવાહાટી અને ધર્મશાળામાં મેચ રમાશે. જયપુર સાથે ગુવાહાટી રાજસ્થાન રોયલ્સનું હોમ ગ્રાઉન્ડ હશે. જ્યારે મોહાલી અને ધર્મશાળા પંજાબનું હોમ ગ્રાઉન્ડ હશે.

ipl

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.