સંતરામપુર નગરના ઢાલા બઝારમાં આવેલ મેસર્સ.ધૂળજીભાઈ હોકમચંદ ગડીયાની દુકાનમાં આઈ.ટી.સેલના અધિકારી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.સવારથી જ આઈ.ટી. સેલના અધિકારીઓ દ્વારા તપાસ ચાલુ રાખવામાં આવી રહી છે.બંધ બારણે તપાસ કરવામા આવી રહીં હોવાને કારણે આજુબાજુના વેપારીઓ માં ભારે ગણગણાટ વ્યાપી જવા પામ્યો છે.આ તપાસ દરમ્યાન હજુ સુધી કોઈ વિગતો બહાર આવવા પામી નથી.

હાલમાં નજીકના દિવસો માં દિવાળી નો મોટો તહેવાર હોય અને સૌના ચાંદીના દગીનાં ના અને ધીરધાર કરતા વેપારીઓ માં આઈ.ટી.સેલ દ્વારા પાડવામાં આવેલ રેડના પગલે ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

જવાબદાર અધિકારી દ્વારા આ બાબતે કંઈપણ જણાવવામાં આવેલ નથી ત્યારે હવે જોવું એ રહ્યું કે આગળની તપાસ ચાલુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.