સોમનાથ આવતા યાત્રીકોને સ્વચ્છનગરમાં અને દૈવિનગરીમાં આવ્યાની અનુભુતી વ્યક્ત કરવા હેતુ, વેરાવળ પાટણ સંયુક્ત નગર પાલીકા અને શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાશે મહાસફાઇ અભિયાન… સોમનાથ મંદિરથી બિરલા મંદિર વેરાવળ સુધીના માર્ગો પર કચરો, પથ્થરો,કસ્તર અને વર્ષોથી થયેલા કચરાના ગંજને કરવામાં આવશે સ્વચ્છ. ‘સ્વચ્છ તીર્થધામ સફાઇ અભિયાન’નો પ્રારંભ તા.૧૬.૦૨.૨૦૧૮ના સવારે ૧૧-૦૦ કલાકે સોમનાથ મંદિરેથી કરવામાં આવશે, સોમનાથ-વેરાવળના સ્થાનીકોએ પણ આ કાર્યક્રમમાં જોડાઇ શકે છે, સ્વચ્છ શહેરનો સંકલ્પ પુર્તિ માટે આ અભિયાન હેઠળ કચરો એકત્રીત કરવા વાહન પસાર થાય ત્યારે આપણે આપણા ઘરનો કચરો આપી આ સફાઇ યજ્ઞમાં આપણુ યોગદાન આપીશું.
આ કાર્યક્રમના પ્રથમ તબક્કે શહેરોના મુખ્ય માર્ગો અને તબક્કા વાર શહેરીવિસ્તારો સહિત તમામને સ્વચ્છ કરવામાં આવશે. સફાઇ અભિયાનમાં જોડાવા સામાજીક સંસ્થાઓ,કોલેજોના વિધાર્થીઓ, યુવાનો, સ્થાનીક લોકોને જોડાવા શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી આહ્વાન કરવામાં આવે છે. જયેશ પરમાર સોમનાથ પાટણ