‘અબતક’ ની મુલકાતે આવેલા વાલ્મીકી સમાજના અગ્રણીઓએ આપી માહીતી
વાલ્મીકી સેના રાજકોટ દ્વારા સૌ પ્રથમ વાર વિશ્ર્વ કલ્યાણ કોરોના, લમ્પીના મૃતકોના મોક્ષાર્થે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. ‘અબતક’ની મુલાકાતે આવેલા બટુક વાઘેલા, કમલેશ વાઘેલા, મનોજ ટીમાણીયા, ગોવિંદભાઇ સોલંકી, દિનેશ નારોલા, સેમુભાઇ વાઘેલા, પ્રવિણભાઇ સોઢા, ચમનભાઇ પરમાર, પ્રકાશભાઇ, કેતન વાઘેલા, પ્રવિણભાઇ સોઢાએ કાર્યક્રમોની િેવગતો આપતા જણાવેલ કે, રાજકોટ ખાતે ચીમનાજી મહારાજની અઘ્યક્ષતામાં શારદ બાગ ખાતે તા. 9-10 ને રવિવાર સવારે 7 થી 12 દરેક જીવના કલ્યાણ માટે અને કોરોના કાળ તેમજ લમ્પી વાઇરસ દરમ્યાન જે જીવો પરલોક સિધાવી ગયા છે. તેના આત્માની શાંતિ માટે તેમના આત્માના કલ્યાણ માટે જે હાલમાં લમ્પી વાઇરસના ગાય માતા સુધી પણ આ કળીયુગનો કાળ ભરખી ગયેલ છે. તે કાળનો નાશ કરવા માટે ધર્મગુરુ ચિમનાજી મહારાજ દ્વારા મહાયજ્ઞનો સતીસેવકોને આદેશ કરવામાં આવેલ. શરદપુનમના દિવસે મહાઋષિ વાલ્મીકી જયંતિ નિમિતે મહાઋષિ વાલ્મીકી જયંતિ નીમીતે મહાઋષિ વાલ્મીકી યજ્ઞ કરવાથી સમગ્ર વિશ્ર્વનું કલ્યાણ થઇ શકે છે.
સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સૌ પ્રથમ વાર ચીમનાજી મહારાજના આદેશથી આ યજ્ઞનું રાજકોટ ખાતે આયોજન કરેલ છે. યજ્ઞમાં સૌ શહેરીજનો તેમજ ધર્મપ્રેમી જનતાને ભાવભયુ આમંત્રણ આપવામાં આવેલ છે.
આ યજ્ઞના મુખ્ય અઘ્યક્ષ સ્થાન ચીમનાજી મહારાજ તથા હવન કુંડમાં બેસનાર દંપતિ, પ્રતિમાના પુજારી કમલેશભાઇ વાઘેલા, છાયાબેન વાઘેલા તેમજબટુકભાઇ વાઘેલા, કંચનબેન વાઘેલા, કિરણભાઇ વાઘેલા, સેમુભાઇ વાઘેલા, ધર્મેશભાઇ વાઘેલા, ચમનભાઇ પરમાર (મેંગણીવાળા) ગૌતમભાઇ ચૌહાણ, અશોકભાઇ નૈયા, ભનુભાઇ ચૌહાણ, નરેન્દ્રભાઇ વાઘેલા, અંજનાબેન વાઘેલા, કેતનભાઇ વાઘેલા, ભરતભાઇ વાળા, જયેશભાઇ ઝાલા , હિતેશભાઇ ટીમાણીયા, મનોજભાઇ ટીમાણીયા, અનીલભાઇ ટીમાણીયા, છબીલભાઇ વાઘેલા, શંકરભાઇ મકાભાઇ વાઘેલા વગેરે હાજરી આપશે.