દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા ભાવિકોને આશ્રમ દ્વારા સ્નેહ નિતરતું આમંત્રણ: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
રાજકોટની ભાગોળે આવેલા ત્રંબા સ્થિત મોહનધામ આશ્રમ ખાતે પવિત્ર પાવનકારી એવા શ્રાવણ માસમાં આગામી 2 થી 6 ઓગસ્ટ સુધી મહારૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ આજે ‘અબતક’ શુભેચ્છા મુલાકાતે આવેલા શિવભક્ત એવા આયોજકોએ જણાવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થઇ મહાપ્રસાદનો લાભ લેવા ભાવિકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમિયાન જગદીશભાઇ, ભાવેશભાઇ, કિરીટભાઇ, દિપકભાઇ અને રાજેશભાઇએ જણાવ્યું હતું કે ભાવનગરના ગારિયાધાર ખાતે રૂપાવટી ગામમાં આવેલ સંત શ્રી શામળાબાપા આશ્રમના મહંત પ.પૂ.સંતશ્રી મોહનદાસબાપા દ્વારા રાજકોટના ત્રંબામાં શરૂ કરવામાં આવેલા મોહનધામ આશ્રમ ખાતે દુર્લભ દર્શન થાય એવા અતિ મહારૂદ્ર યજ્ઞનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌ ભક્તોને દર્શન તેમજ મહાપ્રસાદ લેવા ભાવભર્યું આમંત્રણ આશ્રમના સેવકો દ્વારા આપવામાં આવ્યું છે.
સેવકોએ વધુમાં જણાવ્યું હતું કે પરમ પુ.જ્યસંત શ્રીશામળાબાપાના આશીર્વાદ તેમજ તેમના શિષ્ય અને આશ્રમના મહંત પરમ પૂ.જ્યસંતશ્રી મોહનદાસ બાપાની પ્રેરણાથી આશ્રમ દ્વારા અનેક સેવાકીય તેમજ આધ્યાત્મિક પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે, જેનો હજારો ભાવિકોને લાભ મળતો હોય છે.
જેમાં સ્મશાનમાં સપ્તાહનું આયોજન મહારૂદ્ર યજ્ઞ, કોરોના સમયમાં ગરીબો માટે ભોજન અને અનાજની વ્યવસ્થા તેમજ મેડિકલ સહાય માટેની વ્યવસ્થા જેવી અનેકવિધ સેવાકીય તેમજ આધ્યાત્મિક પ્રવૃત્તિ કરવામાં આવે છે. આજ રીતે આ પવિત્ર શ્રાવણ માસમાં તારીખ 2જી ઓગષ્ટથી તારીખ 6 ઓગષ્ટ સુધી 121 કુંડી અતિ મહારૂદ્ર યજ્ઞનું સમાજ કલ્યાનાર્થે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા સૌ ભક્તોને આશ્રમના સેવકો વતી જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.